જામનગર જીલ્લાના કાલાવડ શહેરમાં વિરાણી બેકબોન નામની નવી હોસ્પિટલનો શુભારંભ થવા જઈ રહયો છે. વિરાણી બેકબોન હોસ્પિટલ કાલાવડ તાલુકાના લોકો માટે ઘર આંગણે કોઈ પણ જટીલ બીમારીની સારવાર માટે અને અત્યંત આધુનિક સાધનો દ્વારા સારવાર કરી આપવામાં આવશે.

મિડિયા સાથેની વાતચીતમાં વિરાણી બેકબોનના ડોક્ટર અંકુર પાચાણીએ જણાવ્યું કે હૃદય રોગની બિમારી, અકસ્માત, સ્વાઈન અને ન્યુરો સર્જરી, બ્લડ પ્રેશર , ડાયાબિટીસની સારવાર તેમજ સર્પદંશ, ઝેરી દવાની અસરની સારવાર, સ્ત્રી રોગ અને પ્રસુતિની સારવાર તેમજ હાડકાના ફ્રેક્ચર અને કિડની તેમજ ડાયાલીસીસ, કેન્સર માટે ઉત્કૃષ્ટ સારવાર ઉપલબ્ધ થશે. આ સાથે વેન્ટીલેટર ફેસેલીટી, આધુનિક સાધનોથી સજ્જ લેબોરેટરીની સુવિધા તેમજ X-Ray અને સોનોગ્રાફીની સુવિધા ઉપલબ્ધ છે. કાલાવડ તાલુકા માટે 24 કલાક ઈમરજન્સી સેવા તેમજ મેડિકલ સેવા હોસ્પિટલમાં ઉપલબ્ધ કરવામાં આવશે. આ વિસ્તાર માટે આરોગ્ય મંદિર દ્વારા શ્રેષ્ઠ સારવાર મળે તે હેતુ આગામી 9 જુન ગુરુવારથી હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવી રહ્યો છે.