Thursday, May 30, 2024
Homeરાજ્યજામનગરદિવાળીની રાત્રે ફટાકડા ફોડવાની બાબતે જામનગર જિલ્લામાં અનેક સ્થળોએ બઘડાટીઓ

દિવાળીની રાત્રે ફટાકડા ફોડવાની બાબતે જામનગર જિલ્લામાં અનેક સ્થળોએ બઘડાટીઓ

સીક્કાના કારાભુંગામાં સાત શખ્સોએ કાકા-ભત્રીજાને લમધાર્યા : જામનગરના મોહનનગરમાં બે પક્ષ દ્વારા સામસામા હુમલા: જૂના નાગનામાં યુવાન ઉપર શખ્સ દ્વારા પથ્થરનો ઘા ઝીંકી હુમલો

- Advertisement -

જામનગર તાલુકાના સીક્કાના કારાભુંગા વિસ્તારમાં રહેતાં યુવક ઉપર રોકેટના તીખારા ઉડતા સાત શખ્સોએ એકસંપ કરી લાકડાના ધોકા અને ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી. જામનગરના મોહનનગરમાં ફટાકડા ફોડવાની ના પાડતા બે મહિલા સહિતના ચાર શખ્સોએ એકસંપ કરી યુવાનને બેટ અને લાકડી વડે લમધાર્યો હતો. જામનગરના જૂના નાગના વિસ્તારમાં ફટાકડા ફોડવાની બાબતે શખ્સે યુવાન ઉપર ઢીકાપાટુનો માર મારી પથ્થરનો ઘા ઝીંકી ઈજા પહોંચાડી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના સીક્કા ગામમાં કારાભુંગા વિસ્તારમાં રહેતાં અને ખાનગીપેઢીમાં નોકરી કરતો હાર્દિક સુરેશભાઈ વોરા નામનો યુવક ગત તા.13 ના રોજ દિવાળીના મધ્યરાત્રિના સમયે તેના ભત્રીજા મીલન સાથે ઘરની બહાર ફટાકડા ફોડતો હતો. ત્યારે રોકેટ કરતા સમયે નિકળેલા મનિષને તીખારા ઉડયા હતાં. જેનો ખાર રાખી મનિષ કાના પરમાર, જીત પ્રવિણ ડાભી, પિયુષ માવજી રાઠોડ નામના ત્રણ શખ્સોએ એકસેસ મોટરસાઈકલ પર આવી યુવકના ઘર પાસે સુતળી બોમ્બ ફોડી અપશબ્દો બોલી યુવકને ગાળો કાઢતા હતાં જેથી યુવકને ગાળો આપવાની ના પાડતા મનિષે લાકડાના ધોકા વડે હાર્દિક ઉપર હુમલો કરતા લોહી લુહાણ હાલતમાં હાર્દિક ઢળી પડયો હતો. ત્યારબાદ અન્ય બે બાઈક ઉપર અજય, મીત, અમિત પરમાર અને અજાણ્યા સહિતના ચાર શખ્સોએ આવીને હાર્દિક ઉપર ધોકા વડે હુમલો કરી ઢીકાપાટુનો માર મારતા હતાં. ત્યારે હાર્દિકનો ભત્રીજો મિલન આવી જતાં અજાણ્યા શખ્સે મિલન ઉપર પણ ધોકા વડે હુમલો કરતા રાડારાડી કરતા આજુબાજુના લોકો બહાર દોડી આવતા સાત શખ્સોે કાકા-ભત્રીજાને ધમકી આપી નાશી ગયા હતાં.

હુમલામાં ઘવાયેલા કાકા-ભત્રીજાને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં હેકો એસ.ડી. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ હાર્દિકના નિવેદનના આધારે સાત શખસો વિરૂધ્ધ હુમલાનો ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.

- Advertisement -

બીજો બનાવ, જામનગર શહેરના મોહનનગરના છેવાડે રહેતા રમેશગીરી ગોસાઈ નામનો યુવક તેની શેરીમાં પાર્ક કરેલી કાર પાસે ગત તા.12 ના રાત્રિના સમયે ઉભો હતો તે દરમિયાન ત્યાં ફટાકડા ફોડતા શખ્સોને ફટાકડા નહીં ફોડવા માટે સમજાવવા જતા દેવ, હિમાંશુ, પ્રિયાબેન અને મહિલા સહિતના ચાર શખ્સોએ એકસંપ કરી અપશબ્દો બોલી ક્રિકેટના બેટ અને લાકડી વડે ઢીકાપાટુનો માર મારી લમધારી નાખ્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણ થતા પીએસઆઈ વી આર ગામેતી તથા સ્ટાફે બે મહિલા સહિતના ચાર શખસો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

જ્યારે સામાપક્ષે રમેશગીરી ગોપાલગીરી ગોસાઈ, ગીતાબેન રમેશગીરી, મુકેશગીરી ગોપાલગીરી ગોસાઈ અને આરતીબેન મુકેશગીરી ગોસાઈ નામના બે દંપતીને હિમાંશુ રણજીતભાઈ રસપુત્રા નામના યુવાન ઉપર લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હતો. જ્યારે બન્ને મહિલાઓને હિમાંશુભાઈની પત્ની તથા પુત્રી સાથે ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર મારી ધમકી આપી હતી. બન્ને પક્ષ દ્વારા સામસામી મારામારીની નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે બંનેનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

ત્રીજો બનાવ, જામનગર નજીક આવેલા જૂના નાગના વિસ્તારમાં રહેતાં અમિન લાલજીભાઈ પરમાર નામનો યુવાન ગામના પાદરના ચોકમાં દિવાળીની મધ્યરાત્રિના સમયે ફટાકડા ફોડતો હતો ત્યારે ગીરધર નાથા ડાભી નામનો શખ્સ પણ ફટાકડા ફોડવા આવ્યો હતો ત્યારે ગીરધરે ફટાકડો સળગાવી અમિન ઉપર ઘા કરતા અમિન સમજાવવા ગયો હતો જેથી ગીરધર ડાભીએ અમિનને ઉશ્કેરાઈને ઢીકાપાટુનો માર મારી અપશબ્દો બોલી રસ્તા પર રહેલો પથ્થર ઉપાડીને છુટો ઘા કરી માથામાં ઈજા પહોંચાડી હતી. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણ થતા હેકો કે.કે. ગઢવી તથા સ્ટાફે શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular