Tuesday, September 17, 2024
Homeરાજ્યહાલારજામનગર તાલુકાના ખીમરાણામાં ડાયવર્ઝનના ધોવાણથી ગ્રામજનો મુશ્કેલીમાં

જામનગર તાલુકાના ખીમરાણામાં ડાયવર્ઝનના ધોવાણથી ગ્રામજનો મુશ્કેલીમાં

- Advertisement -

જામનગર નજીક આવેલા ખીમરાણા ગામમાં બ્રીજ બનાવવાનું કામ ગોકળગાય ગતિએ ચાલુ રહ્યું છે. તેના કારણે ગ્રામજનોને છ થી સાત કિલોમીટર ફરીથી જવું પડે છે ગ્રામજનોને પડતી હાલાકી સંદર્ભે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના ખીમરાણા ગામમાં જૂનો પુલ તુટી ગયો હોવાથી નવો પુલ નિર્માણ થઈ રહ્યો છે. આ કામ એક વર્ષથી ચાલુ છે અને તેના માટે ડાયવર્ઝન પણ બનાવવામાં આવ્યું હતું. આ ડાયવર્ઝનનું ધોવાણ થઈ જતાં છેલ્લા એક માસથી ગ્રામજનોએ જામનગર તથા વાડીએ આવવા જવા માટે 6 થી 7 કિલોમીટર ફરીને આવવું પડે છે. આ રસ્તેથી જવા માટે ખેડૂતોને બળદગાડા અથવા તો પશુધનને લઇને પસાર થવામાં પારવાાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઉપરાંત ગામ નજીક આવેલી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ સ્કૂલે જઇ શકતા નથી. તેમજ કોઇ ગ્રામજનને સારવારની જરૂર પડે તો તાત્કાલિક ગામ બહાર લઇ જઇ શકાય તેમ પણ નથી. આવી અનેક તકલીફોને કારણે ત્રસ્ત થયેલા ગ્રામજનોએ જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ સમક્ષ આવેદન પત્ર આપી સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લઇ આવવા માંગણી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular