Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરVideo : જામનગરમાં ચુડાસમા પરિવારમાં લગ્નમાં હેલીકોપ્ટરમાં વેલ આગમન

Video : જામનગરમાં ચુડાસમા પરિવારમાં લગ્નમાં હેલીકોપ્ટરમાં વેલ આગમન

- Advertisement -

હાલમાં લગ્નસરાની સીઝન ચાલી રહી છે. ત્યારે જામનગરમાં ચુડાસમા પરિવારને આંગણે આયોજિત લગ્નસમારોહમાં ભાવનગરથી હેલીકોપ્ટરમાં વેલ આગમન થયું હતું. હેલીકોપ્ટરમાં વેલ આગમન થતા જામનગરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

- Advertisement -

જામનગરના અજયસિંહ ચુડાસમાના પુત્ર કરણસિંહ ચુડાસમાના લગ્નસમારોહનું આયોજન થયું છે. સાંસ્કૃતિક મૂલ્યોને ઉજાગર કરતા આ લગ્નસમારોહમાં માંગલિક વિધિઓનો પ્રારંભ થઇ ચૂકયો છે. ચુડાસમા પરિવાર દ્વારા અર્વાચિન યુગમાં પણ પ્રાચિન સંસ્કૃતિ અને સભ્યતાના સુમેળભર્યા પ્રસંગ તરીકે લગ્નની વિધિઓનું આયોજન થયું છે ત્યારે શરૂ સેકશન રોડ વિસ્તારમાં યોજાઈ રહેલ આ લગ્ન પ્રસંગની વિધિઓમાંથી એક વિધિ એટલે કે વેલ આગમનની વિધિ યોજાઈ હતી. હેલીકોપ્ટર દ્વારા વેલ આગમન થયું હતું. જે જામનગરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular