જામનગરની ધી સિડસ એન્ડ ગ્રેઇન મરચન્ટ એસોસિએશન દ્વારા વરુણદેવને રિઝવવા વર્ષોની પ્રણાલીકા મુજબ અષાઢીબિજ નિમિત્તે ભંડારાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ સંસ્થા દ્વારા જામમનગરની જુદી જુદી ગૌ-શાળાઓમાં ગાયો માટે ઘઉંના લોટના લાડુ બનાવીને વિતરણ કરવામાં આવ્યું હતું.
આશરે 7500 નંગ ઘઉંના લાડુ તેમજ ગ્રેઇન માર્કેટના મજૂર ભાઇઓને ભંડારાના પ્રસાદ દેવા માટે બુંદી લાડુ આશરે 3000 નંગ બનાવી તેનું વિતરણ કરાયું હતું. જેમાં આણદાબાવાની ગૌ-શાળા, ઢીંચડા, ધોરીવાવા, વચ્છરાજ ગૌશાળા નાગના પાસે, મોટીહવેલી, વિકટોરીયા પુલ પાસે, ગામમાં જલારામ મંદિર-હાપા, કબિર આશ્રમ સમર્પણ હોસ્પિટલ રોડ, પ્રણામી મંદિરની ગૌશાળા, પાંજરાપોળ લીમડાલાઇન, કાશિ વિશ્ર્વનાથ મહાદેવ મંદિર, ખિજડીયા બાયપાસ, શરુ સેકશન રોડ, અંબીકા ડેરી સામે, જુના રેલવે સ્ટેશન પાસે, ખોડિયાર કોલોની ગૌ-શાળા, દરેડ ગૌશાળા, મહાપ્રભુજીની બેઠક સામે તેમજ શહેરના અન્ય વિસ્તારોમાં ઉભેલી ગાયોને લાડવા ખવડાવવામાં આવ્યા હતાં.
આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ જીતુભાઇ લાલ, ઉપપ્રમુખ પરેશભાઇ મહેતા, માનદ્મંત્રી લહેરીભાઇ રાયઠઠ્ઠા, સંસ્થાના કારોબારી સભ્યો અરવિંદભાઇ મહેતા, રિશિભાઇ પાબારી, વિશાલભાઇ મહેતા, દેવેન્દ્રભાઇ પાબારી, કિશોરભાઇ ગોસાઇ તથા કે.ટી. શાહ અને અન્ય હોદ્ેદારો તેમજ કારોબારી સભ્ય માર્કેટના વેપારી મનોજભાઇ અમલાણીનો સાથ-સહકાર મળ્યો હતો. તેમ ધી સિડઝ એન્ડ ગ્રેઇન મરચન્ટ એસો.ના માનદ્મંત્રી લક્ષ્મીદાસભાઇ રાયઠઠ્ઠાની યાદીમાં જણાવાયું છે.