ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો ગઇકાલે જન્મદિવસ હતો જે નિમિતે સમગ્ર દેરાવાસીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ પ્રત્યે ફકત ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ ખૂબ ઉત્સાહ જોવા મળે છે. ત્યારે દેશવાસીઓએ ગઇકાલે ખુબ ઉત્સાહથી વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરી હતી. ત્યારે જામનગરમાં પણ ગઇકાલે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
જામનગરમાં 78 જામનગર ઉતરના ધારાસભ્ય રીવાબા જાડેજાની અધ્યક્ષતામાં વોર્ડ નં. ર ખાતે આધારકાર્ડ નવા બનાવવા અને સુધારણા સ્વાસ્થ્ય સારવારની ગેરેટી સમાન આયુષ્યમાન કાર્ડ બનાવી આપવા, આર્થિક આઝાદીનું પ્રથમ પગથિયા સમાન જનધન ખાતા ખોલી આપવા તેમજ કોરોનાકાળ અને આપતી સમયે વાવાઝોડા દરમ્યાન ખૂબ સરાહનિય કામગીરી કરનાર એવા સ્વચ્છતાના સૈનિકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વડાપ્રધાન મોદીનો 73મો જન્મદિવસ હોય ત્યારે 73000 પોસ્ટકાર્ડ દ્વારા તેમને શુભેચ્છા સદેશ મોકલાવવા માટેના કાર્યક્રમો યોજાયા હતા. આ 73000 પોસ્ટકાર્ડમાં ટીએનએઆઇ લોકલ યુનિટ જી.જી. હોસ્પિટલ જામનગર પણ સાથે જોડાઇ હતી અને વડાપ્રધાનને તેમના જન્મદિવસે શુભેચ્છા સંદેશ પણ આપ્યા હતા.
આ ઉ5રાંત એમ.પી. શાહ સરકારી મેડિકલ કોલેજના પટાંગણમાં જી.જી. સરકારી હોસ્પિટલ જામનગર ખાતે નર્સિંગ કર્મચારીગણ દ્વારા સમાજમાં રકતદાન, અંગદાન અંગે જાગૃતિ ફેલાવવા તેમજ સ્વચ્છ ભારતના તેમના સ્વપ્નને સાકાર કરવા દરેક નર્સિંગ કર્મચારીએ શપથ લીધા હત. અને બાળક પાસે કેક કપાવી, ફૂગ્ગા હવામાં ઉડાવી આ દિખવસને વધાવીને દેશની ઉંચાઇએ સુધી પહોંચાડવા ભારત માતાના સપુતના દિઘાર્યુ માટે ઇશ્ર્વરને પ્રાર્થ કરી હતી.
આ તકે ધારાસભ્ય રીવાબા જાડેજા, મેયર વિનોદભાઇ ખીમસૂર્યા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, શહેર ભાજપ અધ્યક્ષ વિમલભાઇ કગથરા, શાસકપક્ષના નેતા આશિષભાઇ જોશી, મહામંત્રી મેરામણભાઇ ભાટુ, વિજયસિંહ જેઠવા, પ્રકાશભાઇ બાંભણીયા અને કોર્પોરેટરો સહિત પદાધિકારીઓ તેમજ મેડિકલ કોલેજના ડીન નંદિનીબેન દેસાઇ તેમજ સમગ્ર કોલેજ સ્ટુડન્ટન્સ અને નર્સિંગ સ્ટાફગણ ઉપસ્થિત રહયા હતા.