Sunday, September 8, 2024
Homeરાજ્યજામનગરVideo : જામનગર શહેર-જિલ્લામાં ‘મારી માટી, મારો દેશ’ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો

Video : જામનગર શહેર-જિલ્લામાં ‘મારી માટી, મારો દેશ’ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો

જિલ્લા કલેકટર બી.એ. શાહે ઉજવણીના આયોજન અંગે આપી વિગતો

- Advertisement -

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આજથી જામનગર શહેર સહિત સમગ્ર જિલ્લામાં ‘મારી માટી મારો દેશ’ અભિયાનનો પ્રારંભ થયો છે.

- Advertisement -

આ અભિયાન અંતર્ગત થનાર ઉજવણી અંગે માહિતી આપતાં જિલ્લા કલેકટર બી.એ.શાહે જણાવ્યું હતું કે, જામનગર જિલ્લાની કુલ 421 ગ્રામ પંચાયતમાં કુલ પાંચ થીમ આધારિત ઉજણવી કરવામાં આવશે. જેમાં શિલાફલકમ, પંચપ્રાણ પ્રતિજ્ઞા, + સેલ્ફી, વસુધાવંદન, વીરો કા વંદન તથા ધ્વજવંદન તથા રાષ્ટ્રગાન જેવી ઉજવણીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ રહેતા નિવૃત જવાનો પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પણ સન્માનિત કરવામાં આવશે. જયારે હરઘર તિરંગા અંતર્ગત ધ્વજ તેમજ ધ્વજ દાંડીનું વિતરણ કરવામાં આવશેે. આ ઉપરાંત જિલ્લાની 4 નગરપાલિકા અને જામનગર મહાપાલિકામાં માટી કળશ યાત્રાનું પણ આયોજન 10 થી 17 ઓગસ્ટ દરમ્યાન કરવામાં આવ્યું છે.

- Advertisement -

જયારે જામનગર શહેરમાં આઝાદી મેમોરિયલ હોલનું લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત શહેરમાં વોર્ડવાઇઝ તિરંગા યાત્રા અને વૃક્ષારોપણનું પણ આયોજન કરવામાં આવશે. જામનગરમાં 17 ઓગસ્ટે તળાવની પાળ જામનગર શહેર કક્ષાનો મુખ્ય કાર્યક્રમ યોજાશે. જેમાં 3000થી વધારે નગરજનો અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે. જયારે શહેર પોલીસ વિભાગ દ્વારા પરેડનું પણ આયોજન પણ કરવામાં આવશે. ‘મારી માટી મારો દેશ’ અભિયાનના પ્રચાર પ્રસાર માટે જુદા-જુદા સર્કલ આસપાસ બેનર્સ હોર્ડિંગ્સ લગાવીને એમ્યુઝમેન્ટ પાર્ક તથા રણમલ લેઇક પાસે 4 જેટલા સેલ્ફી પોઇન્ટ ઉભા કરવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular