પવિત્ર ાવણ માસ ચાલી રહ્યો છે. ત્યારે છોટીકાશીમાં તમામ શિવાલયોમાં ભકતોની ભીડ ઉભરાઈ છે. દરરોજ સવારે જલાભિષેક અને દુધાભિષેક કરીને ભકતો શિવમય બને છે. સમગ્ર માસ દરમિયાન વહેલી સવારના ભોળાનાથની પુજા શરૂ થઈ જાય છે. એમા પણ વિશેષ શ્રાવણ માસના સોમવારનું હોય છે.
શ્રાવણ માસના બીજા સોમવારે જામનગરમાં સુપ્રસિધ્ધ બડેશ્ર્વર મહાદેવ મંદિર ખાતે પણ શ્રાવણ માસના બીજા સોમવારે મહાદેવની મહાપુજા તેમજ અન્નકોટના દર્શન ભકતોએ કર્યા હતાં. ભગવાનના આ વિશેષ દર્શન અને પુજાનો ભકતોએ લાભ લીધો હતો.
જામનગરમાં ગાંધીનગર ખાતે આવેલા ઈચ્છેશ્ર્વર મહાદેવ મંદિર ખાતે પણ મહાદેવન મહાકાલેશ્ર્વર સ્વરૂપના દર્શન કરવામાં આવ્યાં હતાં. જ્યારે જયંત સોસાયટી ખાતે આવેલા સોમનાથ મહાદેવ મંદિરમાં જંગલના દર્શન થયા હતાં. જ્યારે છોટીકાશીના પ્રસિધ્ધ કાશી વિશ્ર્વના મહાદેવ મંદિર ખાતે ભગવાન ભોળાનાથને કપુરની આંગીના દર્શન કરાવવામાં આવ્યા હતાં. શહેરના પંચેશ્ર્વરટાવર ખાતે આવેલા ઓમકારેશ્ર્વર મહાદેવ મંદિર ખાતે હિમાલય દર્શન હતાં.
જ્યારે પટેલ કોલોની 6 માં આવેલા જડેશ્ર્વર મહાદેવ મંદિર ખાતે શિવલિંગ પર દુધની ધારા કરતા ગૌમાતાના દર્શન કરાવામાં આવ્યા હતાં. આ ઉપરાંત રામેશ્ર્વરનગરમાં આવેલા રામેશ્ર્વર મહાદેવ ખાતે જંગલેશ્ર્વર દેવના દર્શનની થીમ હતી. આમ હજુ શ્રાવણના બે સોમવાર ગયા છે. ત્યાં તો ભકતોએ મહાદેવના વિવિધ અને અદભૂત દર્શન કર્યા છે. હજુ શ્રાવણ વદ તો બાકી છે જેના માટે ભકતો આતુરતાથી તહેવારો અને ભગવાનના દર્શનની રાહ જોઇ રહ્યા છે.