Sunday, December 22, 2024
HomeવિડિઓViral Videoઉત્તરાખંડ જળપ્રલય: નદીમાં હાથી ફસાઈ ગયો, સોશિયલ મીડિયામાં વિડીઓ વાયરલ

ઉત્તરાખંડ જળપ્રલય: નદીમાં હાથી ફસાઈ ગયો, સોશિયલ મીડિયામાં વિડીઓ વાયરલ

- Advertisement -

ઉત્તરાખંડમાં મેઘતાંડવના પરિણામે અત્યાર સુધી 47 લોકોના મૃત્યુ થયા છે. કુમાઉ ક્ષેત્ર સૌથી વધુ પ્રભાવિત થયું છે. અનેક લોકો ફસાયા છે. ત્યારે સોશિયલ મડિયામાં ગૌલા નદીમાં ફસાયેલા એક હાથીનો વિડીઓ વાયરલ થયો છે.

- Advertisement -

વરસાદને લીધે ગૌલા નદીમાં પણ જળસ્તર વધી ગયું છે. મંગળવારે અહીં હલ્દ્વચૌર અને લાલકુઆં વચ્ચે એક હાથ ફસાઈ ગયો હતો. પરંતુ નદી વચ્ચે જમીનના નાના ભાગ પર ફરી રહ્યો હોય તેમ વિડીઓમાં જોઇ શકાય છે. આ અંગે વનવિભાગની ટીમને જાણ થતા ઘટના સ્થળે પહોચી હાથીને બચાવી લેવામાં આવ્યો હતો અને તેને જંગલમાં છોડવામાં આવ્યો છે. વન વિભાગની ટીમ તેની ઉપર નજર રાખી રહી છે.

ઉત્તરાખંડમાં ભારે વરસાદને લીધે નૈનીતાલ જિલ્લામાં કાઠગોદામ રેલવે સ્ટેશનને જોડતી રેલવે લાઈન પણ વહી ગઈ છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પૂરમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને 4 લાખની રકમ તથા જેમના રહેઠાણોને નુકસાન પહોંચ્યુ છે તેમને રૂપિયા 1.90 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular