જામનગર શહેરના નગર સીમ વિસ્તારના મિલકત ધારકોને તેમની મિલકતોના પ્રોપર્ટી કાર્ડ બનાવવા માટે જરૂરી આધાર પૂરાવા રજૂ કરવા જણાવવામાં આવ્યું છે. આ વિસ્તારને શહેરની હદમાં સમાવવામાં આવ્યા બાદ તેને સીટી સર્વેમાં આવરી લેવા માટે વાપ્કોસ લીમીટેડ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.
જામનગર વધારાના વિસ્તાર એટલે કે હાલની સીટી સર્વે વિસ્તારની બહારની મિલ્કત, સીટી સર્વેમાં આવરી લેવા માટે સરકાર તરફથી મિલ્કતની માપણીની કામગીરી ઘણા સમયથી ચાલુ છે. તે માટે સરકાર દ્વારા એજન્સી નિયુકત કરી તેની સાથે સંયોજનથી સીટી-સર્વે કચેરી, હક્ક ચોકસીની કામગીરી માટે કાર્યરત છે. આ અંગે મિલ્કતધારકોને પોતાની મિલ્કતના માલીકીના આધાર પુરાવા રજુ કરવાના હોય છે. પુરાવા માટે એજન્સી દ્વારા મહાપ્રભુજી બેઠક વિસ્તારમાં લોક જાગૃતિ અર્થે કેમ્પનું આયોજન કરવામાં આવેલ, જેમા લોકોનો સારો પ્રતિસાદ મળેલ છે. આમ છતાં, જે મિલકત ધારકોને નમુના-2ની નોટીસ મળેલ હોય, અને પુરાવા રજુના કરી શકયા હોય, તેઓ સત્વરે વાપ્કોસ લીમીટેડ(ભારત સરકાર) 61/બી, પંચવટી ગૌશાળા, આશાપુરા હોટેલવાળી શેરીની અંદર, સોપાન એપાર્ટમેન્ટની સામે, શરૂ સેક્સન રોડ, જામનગર પુરાવા રજુ કરી સહકાર આપવા હક્ક ચોકસી અધિકારી, જામનગર દ્વારા અપીલ કરવામાં આવી છે.