જામનગરમાં ગઇકાલે સાંજે દરબારગઢ પાસે માનસિક અસ્વસ્થ શખ્સે એસ.ટી. બસ ઉપર પથ્થરનો ઘા કરી બારીનો કાચ તોડી નાખતાં મુસાફરોમાં મયનો માહોલ છવાયો હતો. બસ ડ્રાઇવર અને મુસાફરો બસમાંથી ઉતરી જતાં સદનસિબે કોઇ જાનહાની થઇ ન હતી.
ગઇકાલે સાંજે શહેરના ટ્રાફિકથી ધમધમતા એવા દરબારગઢ સર્કલ નજીકથી પસાર થઇ રહેલી જામનગર-કાલાવડ-રાજકોટ એસ.ટી. બસ ઉપર માનસિક અસ્વસ્થ શખ્સે અચાનક પથ્થરનો ઘા કરતાં બસની બારીનો કાચ તૂટી ગયો હતો. બસ ડ્રાઇવર અને ક્ધડકટરે સમય સૂચકતા વાપરી બસ અટકાવતાં મુસાફરો અને બસ ડ્રાઇવર બસમાંથી ઉતરી ગયા હતાં. જેના લીધે કોઇ જાનહાની થઇ ન હતી. આ બનાવથી થોડા સમય માટે મુસાફરોમાં ભયનો માહોલ છવાયો હતો અને બસને થોડા સમય માટે થોભાવી દેવામાં આવી હતી. આ ઘટનાના પગલે આ વિસ્તારમાં લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતાં. લોકો દ્વારા યુવકને સમજાવી રવાના કરાયો હતો.
દરબારગઢ નજીક એસ.ટી. બસ ઉપર માનસિક અસ્થિર શખ્સનો પથ્થરમારો
મુસાફરો અને ડ્રાઇવર બસમાંથી ઉતરી જતાં જાનહાની ટળી