Saturday, January 11, 2025
Homeરાજ્યખંભાળિયા પંથકમાં કમોસમી વરસાદની આગાહી

ખંભાળિયા પંથકમાં કમોસમી વરસાદની આગાહી

સાવચેત રહેવા તંત્રની અપીલ

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં આગામી તારીખ 26 થી 28 એપ્રિલ દરમિયાન તેજ પવન તથા ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડવાની આગાહી અમદાવાદ ભારતીય હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેના અનુસંધાને જિલ્લાની જનતાને સાવચેત રહેવા તથા ખેડૂતોએ પોતાની ખેત પેદાશ અને ઘાસચારાને સલામત સ્થળે ખસેડવા, માર્કેટિંગ યાર્ડ તેમજ ખરીદ કેન્દ્ર અને અન્ય ગોડાઉનનો ખાતે રહેલી ખેત જણસોના જથ્થાને સલામત સ્થળે ખસેડવા માટે તાત્કાલિક યોગ્ય પગલાં લેવા નિવાસી અધિક કલેકટરની યાદીમાં જણાવાયું છે. કમોસમી વરસાદ દરમિયાન કોઈ અઘટિત તથા અનિચ્છનીય બનાવ બને તો સ્થાનિક તાલુકા પંચાયત કે મામલતદાર કચેરી અથવા જિલ્લાના કંટ્રોલરૂમ નંબર 02833-232125 કે મોબાઈલ નંબર 7859923844 ઉપર સંપર્ક સાધવા વધુમાં જણાવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular