ગુજરાત પ્રદેશ ભાજપા પ્રમુખના જન્મદિવસની જામનગર શહેરમાં અનોખી ઉજવણી અંતર્ગત 30 નેત્રયજ્ઞ શ્રૃંખલાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને આ નેત્રયજ્ઞમાં આંખની ચકાસણી કરી નંબર કાઢી અને ચશ્માનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.
જામનગરના એચ.જે. લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ અને કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશન દ્વારા આજે ગુજરાત પ્રદેશ ભાજપા પ્રમુખ સી.આર. પાટીલના જન્મદિવસ નિમિત્તે અનોખી ઉજવણી અંતર્ગત 30 નેત્રયજ્ઞ આયોજન મેનેજીંગ ટ્રસ્ટી અશોક લાલ અને ટ્રસ્ટી જીતુલાલ દ્વારા આણદાબાવા આશ્રમના પટાંગણમાંં આણદાબાવા સેવા સંસ્થાના મહંત પ.પૂ. દેવપ્રસાદજી મહારાજના આર્શિવચનથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ, પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય આર.સી.ફળદુ, પૂર્વ રાજ્યમંત્રી અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, મેયર બીનાબેન કોઠારી, શહેર ભાજપા અધ્યક્ષ ડો. વિમલ કગથરા, ડે.મેયર તપન પરમાર, સ્ટેન્ડીંગ ચેરમેન મનિષ કટારિયા, નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન આકાશ બારડ, શાસક પક્ષ નેતા કુસુમબેન પંડયા, દંડક કેતન ગોસરાણી, શહેર ભાજપા મહામંત્રી મેરામણભાઈ ભાટુ, વિજયસિંહ જેઠવા અને પ્રકાશ બાંભણિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.