ગુન્હાઓની તપાસમાં શ્રેષ્ઠ કામગીરી કરવા અંગે જામનગર સીટી બી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટર હરદિપસિંહ પ્રતાપસિંહ ઝાલાને યુનિયન હોમ મીનીસ્ટર મેડલ ફોર એકસલન્સ ઇન ઇન્વેસ્ટેગિશન એનાયત કરવામાં આવ્યો છે. તપાસમાં શ્રેષ્ઠતા માટે મેડલ મેળવી હરદિપસિંહ ઝાલાએ જામનગર પોલીસનું ગૌરવ વધાર્યુ છે. ગુજરાતના કુલ 6 પોલીસ અધિકારીઓને આ મેડલથી નવાઝવામાં આવ્યા છે. જયારે સમગ્ર દેશમાં કુલ 140 પોલીસ અધિકારીઓને આ મેડલ એનાયત કરવામાં આવશે.