Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરઅંડર-19 ઇન્ટર ડિસ્ટ્રીકટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ

અંડર-19 ઇન્ટર ડિસ્ટ્રીકટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ

જામનગરમાં દેવભૂમિ દ્વારકા અને મોરબી ડિસ્ટ્રીકટ વચ્ચે મેચ રમાઇ

- Advertisement -

જામનગરના ક્રિકેટ બંગલા ખાતે આજે અંડર-19 ઇન્ટર ડિસ્ટ્રીકટ ક્રિકેટ ટુર્નામેન્ટ અંતર્ગત દેવભૂમિ દ્વારકા અને મોરબી ડિસ્ટ્રીકટ વચ્ચે મેચ યોજાયો હતો. પૂર્વ શહેર ભાજપ પ્રમુખ નિલેશભાઇ ઉદાણી દ્વારા ટોસ ઉછાળી મેચનો પ્રારંભ કરાવ્યો હતો.

- Advertisement -

બીસીસીઆઇ તથા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા અંડર-19 ઇન્ટર ડિસ્ટ્રીકટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત જામનગરના અજીતસિંહ ક્રિકેટ પેવેલિયન ખાતે આજે દેવભૂમિ દ્વારકા અને મોરબી ડિસ્ટ્રીકટ વચ્ચે મેચ યોજાયો હતો. આ મેચનો પૂર્વ ભાજપ શહેર પ્રમુખ નિલેશભાઇ ઉદાણી દ્વારા ટોસ ઉછાળી પ્રારંભ કરાવ્યો હતો. આ તકે ક્રિકેટ કોચ મહેન્દ્રસિંહ ચૌહાણ, જામનગર ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસો.ના પ્રમુખ અજયભાઇ સ્વાદિયા, વિનુભાઇ ધ્રુવ, ભરતભાઇ મથળ વગેરે ઉપસ્થિત રહી બન્ને ટીમોને શુભેચ્છા પાઠવી હતી. આ મેચમાં મોરબીની ટીમે ટોસ જીતી પ્રથમ બેટિંગ પસંદ કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular