હવામાન વિભાગ દ્વારા જામનગર શહેર અને જિલ્લામાં તેમજ સૌરાષ્ટ્રભરમાં કરાયેલી ભારે વરસાદની આગાહી મુજબ વરસાદ વરસી રહ્યો છે. જામનગર શહેર-જિલ્લામાં સમગ્ર હાલાર પંથકમાં મેઘરાજાની તોફાની બેટીંગ જોવા મળી રહી છે. ખાસ કરીને કાલાવડ તાલુકામાં ગઈકાલ સવાર થી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. કાલાવડ તાલુકા ના અનેક ગામો માં ચાર થી પાંચ ઈંચ વરસાદ પડતાં અનેક નાના મોટા ડેમ સહિત નદી ઓમાં ઘોડાપૂર આવ્યા હતા. કાલાવડ તાલુકાની જીવાદોરી સમાન ઉંડ 3 ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. ઉંડ 3 ડેમ ઓવરફલો થતા રાજસ્થલી, ખીજડીયા, જસાપર, બાવા ખાખરીયા, ભાયું ખાખરીયા સહિતના નીચાણવાળા ગામો ને એલર્ટ કરવામાં આવ્યા છે.