Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરVIDEO - જામનગરમાં તાજિયા જુલુસ દરમિયાન વીજશોકથી બે યુવકોના મોત

VIDEO – જામનગરમાં તાજિયા જુલુસ દરમિયાન વીજશોકથી બે યુવકોના મોત

વીજશોકના કારણે એક ડઝનથી વધુ ઘવાયા: સારવાર માટે જી. જી. હોસ્પિટલ ખસેડાયા : પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ હોસ્પિટલ પહોંચી ગયા

- Advertisement -

મુસ્લિમ સમુદાયના મહોરમ તહેવાર દરમિયાન સોમવારે રાત્રિના સમયે ધરારનગર વિસ્તારમાં તાજિયાની કાંધિયા પાર્ટીના સભ્યોનો પગ ગટરની પાપડી પર પડતા પાપડી તૂટી જતાં સમયે તાજિયાને લાકડી વડે ઉંચો કરવા જતાં નમી જવાથી ઈલેકટ્રીક તારને અડી જતાં શોટસર્કિટ થવાથી એક ડઝનથી વધુ લોકો આ દૂર્ઘટનામાં ઘવાયા હતાં અને તે પૈકીના બે વ્યકિતઓના જી. જી. હોસ્પિટલના સારવાર દરમિયાન મોત નિપજ્યાની ઘટનામાં પોલીસવડા હોસ્પિટલે પહોંચી ગયા હતાં.

- Advertisement -

ગમખ્વાર બનાવની વિગત મુજબ, જામનગરમાં મુસ્લિમ સમુદાયના મહોરમના તહેવાર દરમિયાન સોમવારે રાત્રિના સમયે ધરારનગર 2 માં ગુલામ અસગરી ચોક ટેકરી વિસ્તારમાં ગુલામ-એ-અલી-અસગરી કમિટી દ્વારા તાજિયાની કાંધિયા પાર્ટીના સભ્યોના પગનું વજન ગટરની પાપડી પર આવતા પાપડી તૂટી ગઈ હતી તે દરમિયાન તાજીયાને ઉંચી કરવા માટેની લાકડી વરસાદી વાતાવરણ હોવાના કારણે તાજીયો ઉપાડવાવાળાનો પગ બાજુની ગટરમાં પડી જતાં લાકડી અને તાજીયો નમી જવાથી ઇલેકટ્રીક તારને અડી જતાં શોટસર્કિટ થઈ હતી. આ શોટસર્કિટની ઘટનામાં એક ડઝનથી વધુ લોકો ઘવાયા હતાં. ઘવાયેલા લોકોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ દુર્ઘટનાની જાણ થતા જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ તથા સ્ટાફ અને પોલીસ કાફલો પણ હોસ્પિટલે પહોંચી ગયો હતો.

- Advertisement -

દરમિયાન હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા આસિફ યુનુસભાઈ મલેક (ઉ.વ.23) અને મહમદવાહીદ મજીબુલ્લા પઠાણ (ઉ.વ.20) નામના બે યુવકોના સારવાર કારગત નિવડે તે પહેલાં મોત નિપજ્યાં હતાં. આ દુર્ઘટનામા બે યુવકોના મોત નિપજતા શોકનું મોજું ફરી વળ્યું હતું. દુર્ઘટના સમયે મુસ્લિમ સમુદાયના લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલે આવી પહોંચ્યા હતાં. ઘટનાની સુલેમાનભાઈ હાલેપોત્રા દ્વારા જાણ કરાતા પીએસઆઈ એસ.વી. સામાણી તથા સ્ટાફે બન્ને યુવકોના મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular