Sunday, January 5, 2025
Homeરાજ્યહાલારદ્વારકા જિલ્લામાં બે યુવાનોએ ગળેટૂંપો ખાઈ જિંદગી ટૂંકાવી

દ્વારકા જિલ્લામાં બે યુવાનોએ ગળેટૂંપો ખાઈ જિંદગી ટૂંકાવી

ભીમરાણામાં રહેતાં યુવાનની ગળેફાંસો ખાઈ આત્મહત્યા : પોલીસ દ્વારા કારણ જાણવા તપાસ : આહિરસિંહણમાં આધેડે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી : પોલીસ દ્વારા કાર્યવાહી

- Advertisement -

દ્વારકા જિલ્લાના ભીમરાણા ગામમાં રહેતાં યુવાને અગમ્યકારણોસર તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી. ખંભાળિયા તાલુકાના આહિર સિંહણ ગામમાં રહેતાં આધેડે તેના ઘરે ગળેટૂંપો ખાઈ જિંદગી ટૂંકાવી લીધાના બનાવમાં પોલીસે સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

બનાવ અંગેની વિગત મુજબ પ્રથમ બનાવ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર તાબેના ભીમરાણા ગામે રહેતા શક્તિસિંહ રાજમલસિંહ વાઢેર (ઉ.વ.34) નામના યુવાને ગુરુવારે સાંજના સમયે તેમના જૂના ગામતળ તળાવની બાજુમાં આવેલા રહેણાંક મકાનમાં ખીલામાં સાડીના ફોલ વડે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ બનાવ અંગેની મૃતકના ભાઈ પ્રભાતસિંહ દ્વારા જાણ કરાતા મીઠાપુર પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ આરંભી હતી.

બીજો બનાવ, દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના આહિર સિંહણ ગામે રહેતા લખમણભાઈ સાજણભાઈ વારંગિયા (ઉ.વ.50) નામના આધેડે કોઈ અકળ કારણોસર ગુરુવારે સવારના સમયે પોતાના ઘરે પોતાના હાથેથી ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની મૃતકના ભાઈ માયાભાઈ દ્વારા જાણ કરવામાં આવતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આધેડે કયા કારણોસર આત્મહત્યા કરી ? તે અંગેની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular