કાલાવડ તાલુકાના કાલમેઘડા ગામમાં રહેતી યુવતી તેની બહેન સાથે વાડીએથી ઘરે જતી હતી તે દરમિયાન યુટીલીટીના ચાલકે બંને બહેનોને અપશબ્દો બોલી ઢીકાપાટુનો માર મારી નિર્લજ્જ મશ્કરી કરી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે દંપતી સહિત ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ,કાલાવડ તાલુકાના કાલમેઘડા ગામમાં રહેતી યુવતી તેની બહેન સાથે વાડીએથી ઘર તરફ જતી હતી તે દરમિયાન મોરીદડના રસ્તે આવેલા તળાવ પાસેના માર્ગ પરથી પસાર થતા યુટીલીટી વાહનના ચાલક દેવા કાળુ મકવાણાએ જોરજોરથી હોર્ન વગાડી દેવા મકવાણા તથા કાળુ ચના મકવાણા, જયશ્રીબેન કાળુ મકવાણા નામના ત્રણ શખ્સોએ એકસંપ કરી બંને બહેનોને અપશબ્દો બોલી ઢીકાપાટુનો માર મારી મુંઢ ઈજાઓ કરી હતી તેમજ નિર્લજજ મશ્કરી કરી પતાવી દેવાની ધમકી આપી હતી આ બનાવમાં યુવતીના નિવેદનના આધારે એએસઆઈ જે.આર. જાડેજા તથા સ્ટાફે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.