Friday, December 5, 2025
Homeરાજ્યહાલારબજાણામાં નિર્માણાધીન વીજ ટાવર ધરાશાયી થતા બે શ્રમિકોના મોત

બજાણામાં નિર્માણાધીન વીજ ટાવર ધરાશાયી થતા બે શ્રમિકોના મોત

બે યુવાનો ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ

ખંભાળિયા તાલુકાના બજાણા ગામે મંગળવારે બપોરે વીજ કંપનીનો એક ટાવર ધરાશાયી થતા અહીં કામગીરી કરી રહેલા બે પ્રાંતીય શ્રમિકોના સ્થળ ઉપર તેમજ અન્ય એક શ્રમિકનું સારવાર દરમિયાન કરુણ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય બે યુવાનો ઈજાગ્રસ્ત થયાનું પણ જાણવા મળ્યું છે.

- Advertisement -

આ અંગેની વિગત એવી છે કે ખંભાળિયા તાલુકાના બજાણા ગામે એક ખાનગી કંપનીના વીજ ટાવરનું કામ ચાલી રહ્યું હતું. ત્યારે ગઈકાલે મંગળવારે બપોરે આશરે એક વાગ્યાના સમયે અહીં 220 કે.વી. વીજ લાઈનના વાયર ખેંચવા અંગેની કામગીરી કરી રહેલા કેટલાક શ્રમિકો યુવાન પર એકાએક આ ટાવર ધરાશાયી થયો હતો. જેના કારણે અહીં કામ કરી રહેલા પશ્ચિમ બંગાળ રાજ્યના માલદા જિલ્લાના મૂળ રહીશ અને હાલ બજાણા ગામે રહી અને અહીં કામ કરતા તન્મય પ્રિયંજન મુર્મુ (ઉ.વ. 24)અને ઈસ્તારૂન મજેદ શેખ (ઉ.વ. 21) નામના બે યુવાનોના ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં કરુણ મોત નિપજ્યા હતા. આ દુર્ઘટનામાં તેઓની સાથે ઇજાગ્રસ્ત બનેલા અન્ય એક યુવાનનું પણ સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હોવાના પણ અહેવાલો છે.

આ ઉપરાંત અહીં કામ કરી રહેલા અન્ય બે જેટલા યુવાનો પણ ઇજાગ્રસ્ત બન્યા હતા. જેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવ અંગે ભાણવડ તાલુકાના ચાંદવડ ગામના રહીશ વિજયભાઈ ભીખાભાઈ ભોચીયાએ ખંભાળિયા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુ અંગેની નોંધ કરી, જરૂરી કાર્યવાહી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular