પાકિસ્તાનના સિંધ પ્રાંતના ઘોટકી જિલ્લામાં ધારકી શહેર નજીક બે પસેન્જર ટ્રેનો વચ્ચે 30 લોકોનાં મૃત્યુ થયા છે.. આ ઘટનામાં 50 થી વધુ મુસાફરો પણ ઘાયલ થયા છે. આ અકસ્માત મિલ્લત એક્સપ્રેસ અને સર સૈયદ એક્સપ્રેસ વચ્ચે થયો હતી. મિલ્લત એક્સપ્રેસ લાહોરથી કરાચી જઈ રહી હતી.
પાકિસ્તાનમાં સિંધના ડહારકી વિસ્તારમાં વહેલી સવારે 3.45 આસપાસ આ દુર્ઘટના સર્જાઈ હતી.મિલ્લત એક્સપ્રેસના કોચ અનિયંત્રિત થઈને બીજા ટ્રેક પર પડ્યા હતા. એને કારણે સામેથી આવી રહેલી સર સૈયદ એક્સપ્રેસ એને અથડાઈ ગઈ હતી. આ કારણે ટ્રેનના કોચને પણ ઘણું નુકસાન થયું છે. પણ અકસ્માતમાં ખરાબ રીતે ડેમેજ થઈ ગયેલા કોચને ગેસ-કટરથી કાપીને એમાં ફસાયેલા મુસાફરોને બચાવવામાં આવી રહ્યા છે. ઘણા મુસાફરો ફસાયેલા છે જેમને ત્યાંથી ફક્ત ટ્રેન કાપીને જ બચાવી શકાય એમ છે. કહેવામાં આવી રહ્યું છે કે ઇજાગ્રસ્તોને ટ્રેક્ટર ટ્રોલી દ્વારા લઇ જવામાં આવી રહ્યાં છે.
ટ્રેનના અકસ્માત બાદ સિંધની ઘોટકી, ધરકી, ઓબેરો અને મીરપુર મેથેલો હોસ્પિટલોમાં કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી છે અને ડોકટરો અને પેરામેડિકલ સ્ટાફને ફરજ પર બોલાવવામાં આવ્યા છે. ઘોટકીના ડેપ્યુટી કમિશનર ઉસ્માન અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે આ ઘટનામાં ઓછામાં ઓછા 30 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 50 અન્ય ઘાયલ થયા છે. તેમણે કહ્યું હતું કે, કોચ પલટી જવાને કારણે અટવાયેલા મુસાફરોને બહાર કઢવામાં મુશ્કેલી સર્જાઈ રહી છે.આ ઘટનામાં 13 થી 14 કોચ પાટા પરથી ઉતરી ગયા હતા જ્યારે છ થી આઠ કોચ સંપૂર્ણ નાશ પામ્યા છે. લોકો હજી પણ ફસાયેલા છે, તેમને બહાર કાઢવા માટે ભારે મશીનરીનો ઉપયોગ કરવામાં સમય લાગશે.