Thursday, July 17, 2025
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાંથી ખીલાસરી ચોરીના બનાવમાં બે તસ્કર ઝડપાયા

જામનગર શહેરમાંથી ખીલાસરી ચોરીના બનાવમાં બે તસ્કર ઝડપાયા

જામનગર શહેરના એરફોર્સ રોડ પરથી યુવાનની બાંધકામ સાઈટ પર રાખેલા દશ હજારની કિંમતના લોખંડના સળિયા ચોરી થયાના બનાવમાં પોલીસે મહિલા સહિત બે તસ્કરોને દબોચી લીધા હતાં.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરના એરફોર્સ રોડ પર આવેલા રાજીવનગરમાં રહેતા અને મજૂરી કામ કરતા મહેશ સોહનદાસ મુરદારીયા નામના યુવાનના મકાનનું બાંધકામ ચાલતું હતું તે દરમિયાન ઘર પાસે રાખેલા રૂા.10000 ની કિંમતની 70 થી 80 જેટલા લોખંડના સળિયા અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયા હતાં. આ બનાવની તપાસ દરમિયાન પો.કો. હોમદેવસિંહ જાડેજા, હર્ષદ પરમારને મળેલી બાતમીના આધારે પીઆઇ એ.આર.ચૌધરી, કે.એસ.માણિયા, હેકો યશપાલસિંહ જાડેજા, ફૈઝલ ચાવડા, ખીમશી ડાંગર, પો.કો. શિવભદ્રસિંહ જાડેજા, વનરાજ ખવડ, યુવરાજસિંહ જાડેજા, પ્રવિણ પરમાર, મહેન્દ્રસિંહ ચુડાસમા, મહાવીરસિંહ જાડેજા, હર્ષદભાઈ પરમાર, હોમદેવસિંહ જાડેજા સહિતના સ્ટાફે આંબેડકરબ્રિજ નીચેથી બાતમીના આધારે વિક્રમ હરીદાસ પરમાર અને ગુડીબેન કિશન પરમાર નામના બંને શખ્સોને રૂા.10000 ની કિંમતના 12 નંગ ચોરાઉ ખીલાસરીના નંગ સાથે ઝડપી લઇ તપાસ હથા ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular