Saturday, September 14, 2024
Homeરાજ્યહાલારપીપરટોડા નજીક બે બાઈક અથડાતા બાઈકસવાર પ્રૌઢનું મોત

પીપરટોડા નજીક બે બાઈક અથડાતા બાઈકસવાર પ્રૌઢનું મોત

- Advertisement -

જામજોધપુર તાલુકાના ગોરખડી ગામમાં રહેતાં પ્રૌઢ તેના બાઈક પર જામનગરથી ગોરખડી જતાં હતાં તે દરમિયાન પીપરટોડા નજીક સામેથી આવતા બાઈકચાલકે પ્રૌઢના બાઈક સાથે અથડાતા અકસ્માતમાં પ્રૌઢને ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના ગોરખડી ગામના વતની અને હાલ જામનગરમાં કોમલનગર વિસ્તારમાં રહેતાં મનસુખભાઈ મેપાભાઈ ચાવડા (ઉ.વ.59) નામના પ્રૌઢ ગત તા.14 ના રોજ સવારના સમયે તેના જીજે-10-સીકયુ-4433 નંબરના બાઈક પર જામનગરથી ગોરખડી જતાં હતાં તે દરમિયાન પીપરટોડા ગામ પાસે આવેલી દરગાહ નજીક પહોંચ્યા ત્યારે સામેથી પુરઝડપે આવી રહેલા જીજે-10-સીઆર-2880 નંબરના બાઈકચાલક પ્રૌઢના બાઈક સાથે અથડાતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં પ્રૌઢને કપાળમાં તથા આંખ ઉપર ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પુત્ર ચિરાગ દ્વારા જાણ કરાતા એએસઆઇ કે.કે. ચાવડા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular