Thursday, January 2, 2025
Homeરાજ્યજામનગરજામનગર શહેર અને મોરકંડામાંથી દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા

જામનગર શહેર અને મોરકંડામાંથી દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા

એલસીબી દ્વારા રેઈડ દરમિયાન નદીપામાંથી 15 બોટલ સાથે શખ્સ ઝબ્બે : મોરકંડામાંથી 108 બોટલ સાથે સપ્લાયર ઝડપાયો: વધુ એક સપ્લાયરની સંડોવણી ખુલ્લી

- Advertisement -

જામનગર શહેરમાં નદીપા વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાંથી એલસીબીની ટીમે 15 બોટલ દારૂ સાથે શખ્સની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા સપ્લાયરની સંડોવણી ખુલતા મોરકંડા ગામમાં સપ્લાયરના ઘરે દરોડામાં પોલીસે રૂા.43,200 ની કિંમતની 108 બોટલ દારૂ સહિત કુલ 123 બોટલ દારૂ સાથે બે શખ્સોને ઝડપી લીધા હતાં.

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં નાગનાથ ગેઈટ નદીપા વિસ્તારમાં રહેતા શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની એલસીબીના ધાના મોરી અને વનરાજ મકવાણાને મળેલી બાતમીના આધારે ટીમે રેઈડ દરમિયાન દેવેન્દ્ર મનસુખ જોગડિયાના મકાનમાંથી તલાસી દરમિયાન રૂા.6000 ની કિંમતની 15 બોટલ દારૂ મળી આવતા પુછપરછ હાથ ધરતા આ દારૂનો જથ્થો સાગર ઉર્ફે ધમભા એ સપ્લાય કર્યાની કેફિયત આપી હતી તેમજ સપ્લાયર અંગેની એલસીબીના રઘુવીરસિંહ પરમાર અને ફિરોજ દલને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સૂચનાથી પીઆઈ એસ એસ નિનામા તથા સ્ટાફે રેઈડ દરમિયાન રણજીતનગર જૂના હુડકામાં બ્લોક નં.1194 માં રહેતાં સાગર ઉર્ફે ધમભા મહકાલ જયસુખ કુવરિયા નામના શખ્સના મોરકંડા ગામમાં આવેલા મકાને રેઈડ દરમિયાન તલાસી લેતા રૂા.43,200 ની કિંમતની 108 બોટલ દારૂ મળી આવતા એલસીબી એ ધરપકડ કરી હાથ ધરતા આ દારૂનો જથ્થો મોરકંડાના જયેશ ઉમેશ દેગામા નામના શખ્સે સપ્લાય કર્યાની કેફિયત આપી હતી.

એલસીબીની ટીમે બે દરોડામાં કુલ રૂા.49,200 ની કિંમતની 123 બોટલ દારૂ કબ્જે કરી બે શખ્સોની ધરપકડ કરી હતી અને મોરકંડાના સપ્લાયરની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular