જામનગરના રેલવે સ્ટેશન ઉપર પ્લેટ ફોમ નંબર 3 ઉપર આવેલી હમસફર એકસપ્રેસ ટ્રેનના કોચ નંબર બી/7 માંથી ઉતરેલા બે શખ્સોને રેલવે પોલીસે 24 નંગ બીયરના ટીન અને મોબાઇલ ફોન સહિત રૂા.7340 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.
મળતી વિગત મુજબ, જામનગર શહેરના રેલવે સ્ટેશન પ્લેટ ફોમ નંબર 3 ઉપર આવેલી હમસફર એકસપ્રેસ ટ્રેનના કોચ નંબર બી/7 માંથી બીયરના જથ્થા સાથે બે શખ્સો આવવાના હોવાની બાતમીના આધારે રાજકોટ રેલવે પોલીસ અધિકારી પી પી પીરોજીયાના માર્ગદર્શન હેઠળ જામનગરના રેલવે પીએસઆઇ પી પી જાડેજા, હેકો માલદેભાઈ, આરપીએફના આઈપીએફ કે.પી.સિંહ, હે.કો. દેવેન્દ્રસિંહ, રમેશભાઈ, દિગ્વીજયસિંહ સહિતના સ્ટાફે મનિષ સૂર્યનાથ તિવારી (મુંબઇ), કાદર ઈકબાલ માજોઠી (જામનગર) નામના બે શખ્સોને આંતરીને તલાસી લેતા તેની પાસે રહેલા કાળા કલરના સ્કુલબેગ જેવા થેલામાંથી રૂા.3240 ની કિંમતના 24 નંગ બીયરના ટીન અને રૂા.4000ની કિંમતના બે મોબાઇલ સહિત રૂા.7340 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.
હમસફર ટ્રેનમાંથી બીયરના ટીન સાથે બે શખ્સો ઝડપાયા
જામનગર રેલવે પોલીસની કામગીરી : મુંબઇ અને જામનગરના શખ્સને રૂા.7340 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા