જામનગર તાલુકાના દરેડ નજીકથી પોલીસે અબોલ પશુઓને કતલખાને લઇ જતાં બે શખ્સોને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના દરેડમાંથી એક ભેંસ અને બે પાડા સહિતના ત્રણ અબોલ પશુઓને ક્રૂરતાપૂર્વક બાંધી કતલખાને લઇ જવાતા હોવાની મળેલી શૈલેષભાઈની ફરિયાદના આધારે પીએસઆઈ સી.એમ. કાંટેલિયા તથા સ્ટાફે જીજે-10-ડબલ્યુ-4099 નંબરના બોલેરો પીક-અપ વાહનને આંતરીને તલાસી લેતા તેમાંથી ત્રણ અબોલ પશુઓ મળી આવ્યાં હતાં. જેથી પોલીસે મકસુદ હારુન ચાકી અને બીલાલ શબીર સેરજી નામના બે શખ્સોને ઝડપી લઇ પુછપરછ કરતાં ખોજાબેરાજાના માલદે નામના શખ્સની સંડોવણી ખુલ્લી હતી. જેના આધારે પોલીસે ત્રણ શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી અબોલ પશુઓને પાંજરાપોળ મોકલવા કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગરના દરેડમાંથી પશુઓને કતલખાને લઇ જતા બે શખ્સ ઝડપાયા
પોલીસે બોલેરો વાહન અને બે શખ્સોને જડપી લીધા : ત્રણ પશુઓને મુકત કરી પાંજરાપોળ મોકલ્યા : ખોજાબેરાજાના શખ્સની સંડોવણી ખુલ્લી