જામનગર સિટી એ પોલીસે સાધના કોલોની વિસ્તારમાંથી બે શખ્સોને એકીબેકીનો જુગાર રમતા ઝડપી લઇ રૂા.10050 ની રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
જૂગાર દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં સાધના કોલોનીમાં માલધારી હોટલની પાછળ બે શખ્સો જાહેરમાં એકીબેકીનો જૂગાર રમતા હોવાની પોકો યોગેન્દ્રસિંહ સોઢા, રાજેન્દ્રસિંહ ડોડિયાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક વરૂણ વસાવા અને પીઆઇ એમ.બી. ગજ્જરના માર્ગદર્શન હેઠળ સિટી એ પોલીસ દ્વારા રેઈડ દરમિયાન યુસુફ મુસા દેસરાણી તથા અબ્દુલ મુસા ખફી નામના બે શખ્સોને રૂા.10050 ની રોકડ રકમ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.