જામનગરના શાકમાર્કેટ પાછળ આવેલા ભોયવાડામાંથી પસાર થતા શખ્સને દારૂની બે બોટલ સાથે પોલીસે ઝડપી લીધો હતો. જામનગરના રણજીતસાગર રોડ પરથી પોલીસે દારૂની બોટલ સાથે શખ્સને દબોચી લઇ તપાસ આરંભી હતી.
દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર શહેરમાં ભોયવાડા પાસે શાકમાર્કેટ પાછળના વિસ્તારમાં રહેતાં હેમાંશુ ધીરજ મહેતા (ઉ.વ.32) નામના યુવાનના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા રૂા.1000 ની કિંમતની દારૂની બે બોટલ મળી આવતા પોલીસે હેમાંશુની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજો દરોડો, જામનગર શહેરના રણજીતસાગર રોડ પર શાલીગ્રામ હોસ્પિટલ પાસેથી પસાર અરૂણ પ્રવિણ ડાભી નામના શખ્સને સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.500 ની કિંમતની દારૂની એક બોટલ મળી આવતા પોલીસે અરૂણ પ્રવિણ ડાભી નામના શખ્સને દબોચી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.