જોડિયા તાલુકાના બાલાચડી ગામના પાટીયા પાસેથી પોલીસે બે શખ્સોને આંતરીને તલાસી લેતા તેમની પાસેથી રૂા.5000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 10 બોટલો મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ, જોડિયા તાલુકાના બાલાચડી ગામના પાટીયા પાસેથી સ્થાનિક પોલીસે મૂળ મધ્યપ્રદેશના વતની રમેશ ઇડા ગુનંડીયા અને સાબુ છગન ભુરીયા નામના બે શખ્સોને આંતરીને તલાસી લેતા તેમના કબ્જામાંથી રૂા.5000 ની કિંમતની ઇંગ્લીશ દારૂની 10 બોટલો મળી આવતા પોલીસે બન્નેની અટકાયત કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.