Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરરણજીતસાગર ડેમ પર રોમિયોગીરી કરનાર બે શખ્સને પાંચ વર્ષની જેલ

રણજીતસાગર ડેમ પર રોમિયોગીરી કરનાર બે શખ્સને પાંચ વર્ષની જેલ

જાતિય હુમલાનો ભોગ બનેલ યુવતિને રૂા. 50,000 દંડની રકમ વળતર પેટે ચૂકવવા અદાલતનો આદેશ

- Advertisement -

રણજીતસાગર નગરજનો માટે ફરવા જવાનું પિકનીક પોઇન્ટ છે. આ પિકનીક પોઇન્ટ પર અવાર-નવાર રોડ રોમિયો દ્વારા નિર્દોષ છોકરીઓ અને સ્ત્રીઓની પજવણી થતી હોવાની કે ક્યારેક પ્રેમીપંખીઓની પજવણી થતી હોવાની ફરિયાદો ઉઠે છે. પરંતુ ભોગ બનતા લોકો પોલીસ સમક્ષ ફરિયાદ કરતાં અચકાય છે.

- Advertisement -

કોલેજમાં અભ્યાસ કરતી એક યુવતિએ પોલીસ સમક્ષ ફરિયાદ કરવાની હિંમત કરી હતી જે અનુસાર તા. 11-5-15ના રોજ જામનગર બીએસસીમાં અભ્યાસ કરતી યુવતિનું સગપણ થતાં મંગેતર સાથે રણજીતસાગર પર ફરવા ગઇ હતી. બન્ને જણા રણજીતસાગર ડેમ પર બેઠા હતાં ત્યારે લીલાકલરની સ્વિફટ કારમાં બે રોમિયો આવેલા અને આ બન્ને 25 થી 30 વર્ષની ઉંમરના હતાં તેઓએ પોલીસ હોવાનું જણાવી આ યુવતિ અને તેના મંગેતરને અહીં શું કરવા આવેલા છો તેમ કહી પૂછપરછ કરવા લાગેલા અને બન્નેના મોબાઇલ ચેક કરવાના બહાને લઇ લીધેલા અને નંબર વેરીફાઇ કરવાને બહાને બન્નેને પોલીસ સ્ટેશને લઇ જવાનું છે તેમ કહી આ બન્ને ઇસમો સ્વિફટ કારમાં આવેલા તે સ્વિફટ કારમાં બેસાડેલા અને બન્નેના ફોટા પાડેલા અને યુવતિ પાસે બિભત્સ માગણી કરી હતી. જેનો યુવતિએ ઇન્કાર કરતાં આ બન્નેના ફોટા વાયરલ કરવા ધમકી આપી હતી. પરંતુ યુવતિ અને તેનો મંગેતર ધમકીના તાબે થયેલ નહીં અને પોલીસ સ્ટેશને આવવા તૈયાર થયેલા યુવતિ અને તેના મંગેતરે પોલીસ સ્ટેશને આવવા તૈયારી બતાવતા લાલપુર બાયપાસ પાસે બેઠા પુલ પાસે બન્નેને ઉતારી ફોન આવે ત્યારે પોલીસ સ્ટેશને આવવાનું જણાવી યુવતિ અને તેના મંગેતરને કારમાંથી ઉતારી બન્ને આરોપીઓ પોતાની કાર લઇ જામનગર તરફ જવા નિકળી ગયા હતાં બાદમાં બન્ને આરોપીઓએ યુવતિ અને તેના મંગેતરના આરોપીઓએ મોબાઇલમાં પાડેલા ફોટા સોશિયલ મીડીયામાં જાહેર કરેલા.

આ ઘટના સોશિયલ મીડીયામાં આવતાં યુવતિ અને તેના મંગેતરે આ ઘટના અંગે જામનગર પંચકોશી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. પોલીસે ારતીય ફોજદારી ધારા કલમ-365 (અપહરણ), 354 (જાતિય હુમલો), 341 (ગેરકાયદે અટકાયત) અને બિભત્સ માગણી બદલ બે અજાણ્યા આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો હતો. આરોપીઓની સ્વિફટ કારના નંબર જીજે-10 એમપી-4392ના આધારે પોલીસ સબ ઇન્સ્પેકટર સી.કે. સરવૈયાએ તપાસ હાથ ધરેલ અને તા. 13-5-15ના રોજ સંજય લખમણ સુવા રહે. જામનગર અને હેમંત ધરણાંત વરુ રહે. લાંબાની આ ગુન્હામાં સંડોવણી જણાઇ આવતાં ધરપકડ કરી અને તેમના મોબાઇલ અને કાર કબજે કર્યા હતાં. આ કેસ જામનગર ચીફ જ્યુડી. મેજી.ની કોર્ટમાં ચાલતાં ચીફ જ્યુડી. મેજી. બિનાબેન સોનીએ ઉભયપક્ષની રજૂઆતો ધ્યાને લીધા બાદ ફરિયાદી યુવતિની જુબાની વિશ્ર્વાસપાત્ર છે. તેવા તારણ પર આવી બન્ને આરોપીઓને ભારતીય ફોજદારી ધારા કલમ 341 (ગેરકાયદે અટકાયત), 354 (જાતિય હુમલો), 365 (અપહરણ), 170 (પોલીસ તરીકે ખોટી ઓળખ) અને 114 (મદદગારી)ના અપહરણ બદલ તકસીરવાન ઠરાવ્યા હતાં.

- Advertisement -

અદાલતે સુનાવણી બાદ અપહરણના અપરાધ બદલ 2 વર્ષની સજા, જાતિય હુમલાના અપરાધ બદલ 2 વર્ષ અને ગેરકાયદે અટકાયત બદલ 1 માસ અને બનાવટી પોલીસ થવા બદલ 1 વર્ષની સજાનો હુકમ કર્યો હતો. ફરિયાદી યુવતિને રૂા. 50,000 વળતર ચૂકવવા આદેશ કર્યો છે.

આ કેસમાં ફરિયાદી તરફે વકીલ વી.એચ. કનારા અને સરકાર તરફે અધિક સરકારી વકીલ લોપાબેન ભટ્ટ રોકાયા હતાં.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular