Sunday, December 22, 2024
Homeરાજ્યહાલારકલ્યાણપુર નજીક કાર અકસ્માતમાં બે વ્યકિતના મૃત્યુ

કલ્યાણપુર નજીક કાર અકસ્માતમાં બે વ્યકિતના મૃત્યુ

- Advertisement -

ખંભાળિયા દ્વારકા ધોરીમાર્ગ પર લીંબડી ગામ નજીક ગઈકાલે એક મોટરકાર નો અકસ્માત થતા આ કારમાં જઈ રહેલા ઉપલેટાના મહિલા તેમજ ગોંડલના યુવાનના કરુણ મોત નિપજયા હતા.

- Advertisement -

આ બનાવની વિગત એવી છે કે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં રહેતા હર્ષભાઈ દિલીપભાઈ સોજીત્રા નામના યુવાન તેમને જીજે 06 સેલ.એસ. 0209 નંબરની મોટરકાર લઈને પરિવારજનો સાથે જઈ રહ્યા હતા ત્યારે ખંભાળિયા દ્વારકા રોડ પર કલ્યાણપુર થી આશરે 26 કિલોમીટર દૂર લીમડી ગામ નજીક પહોંચતા કારના ચાલક હર્ષભાઈએ આ મોટરકાર પૂરઝડપે અને બેફિકરાઇપૂર્વક ચલાવતા પોતે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો. કારને એકાએક બ્રેક મારવામાં આવતા આ મોટરકાર પુલની બાજુમાં રહેલા એક લોખંડના પોલ સાથે અથડાઈ હતી.

આ અકસ્માત બાદ મોટરકાર પલટી ખાઈ જતા આ મોટરકારમાં જઈ રહેલા ચાલક હર્ષભાઈ સોજીત્રા તેમજ તેમની સાથે જઈ રહેલા ઉપલેટા તાલુકાના નાગવદર ગામે રહેતા છાયાબેન નામના મહિલાને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા આ બંનેના કરુણ મૃત્યુ નીપજયા હતા.

- Advertisement -

આ બનાવ અંગે જામનગરમાં રઘુવીર પાર્ક વિસ્તારમાં રહેતા હેવનભાઈ રોહિતભાઈ વસોયા (ઉ.વ. 24) ની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે મૃતક કાર ચાલક સામે આઈપીસી કલમ 279, 304 (અ) 337, 338 તથા એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ પી.એસ.આઈ. કે.પી. ઝાલા દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular