ખંભાળિયા તાલુકાના ધરમપુર વિસ્તારમાં રહેતા વિમલભાઈ મોહનભાઈ નકુમ નામના 32 વર્ષના યુવાને ગત તારીખ 31 જાન્યુઆરીના રોજ પોતાના હાથે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. મૃતક યુવાનને તેઓની ઉઘરાણીના રૂપિયા બાબતે અવારનવાર ફોન આવતા હોવાથી કંટાળીને તેમણે આ પગલું ભર્યું હોવાનું મૃતકના પિતા મોહનભાઈ શામજીભાઈ નકુમે અહીંની પોલીસમાં જાહેર કર્યું છે. જે અંગે પોલીસે જરૂરી નોંધ કરી, આગળની કાર્યવાહી કરી હતી.