કાલાવડ તાલુકાના મોરીદડ ગામના વાડી વિસ્તારમાં સેઢા પાસે પાકનું વાવેતર કરવાની બાબતે બે શખ્સો દ્વારા યુવાન ઉપર લોખંડના પાઈપ અને ઢીકાપાટુનો માર મારી ઈજા પહોંચાડયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના મોરીદડ ગામની વાડી વિસ્તારમાં ખેતી કામ કરતા રણછોડ સરમાણી નામના યુવાનને તું અહીં સેઢા પાસે પાકનું વાવેતર કેમ કરશ ? તેમ કહી તેના જ ગામના ભૂપત વેલજી સરમાણી, જેન્તી ગાંડુ સરમાણી નામના બે શખ્સોેએ લોખંડના પાઈપ વડે હુમલો કરી ઢીકાપાટુનો માર મારી અપશબ્દો કહી માથામાં તથા શરીરે ઈજા પહોંચાડી હતી. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણ થતા એએસઆઈ જે.આર. જાડેજા તથા સ્ટાફે રણછોડભાઈના નિવેદનના આધારે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ આરંભી હતી.