જામનગર શહેરના કૃષ્ણનગરમાંથી પોલીસે રેઈડ દરમિયાન બે શખ્સોને રૂા.6000 ની કિંમત સાથે 12 નંગ દારૂની બોટલ સાથે ઝડપી લઇ અને દારૂનો જથ્થો પૂરો પાડનાર શખ્સની શોધખોળ હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના જનતાફાટક પાસે કૃષ્ણનગર શેરી નં.2 હનુમાન ડેરી જાહેર રોડ પરથી વિરલ ઉર્ફે વી.ડી. વીજયકુમાર દુધરેજીયા અને કેયુર ઉર્ફે કયલો ગીરીશ ડોબરીયાને રૂા.6000 ની કિંમતની 12 નંગ ઈંગ્લીશ દારૂ સાથે ઝડપી લીધા હતાં અને દારૂનો જથ્થો પૂરો પાડનાર રામ ઉર્ફે રામકો મેર જીવા મોઢવાડિયા નામના શખ્સની શોધખોળ હાથ ધરી હતી.