- Advertisement -
અન્ય એક દરોડો ખંભાળિયા તાલુકાના સલાયા મરીન પોલીસે વચલાબારા ગામે પડ્યો હતો. જેમાં વચલા બારા ગામના રહીશ કિશોરસિંહ મનુભા જાડેજા નામના 29 વર્ષના શખ્સ દ્વારા છુપાવીને રાખવામાં આવેલી રૂપિયા 36 હજારની કિંમતની 72 બોટલ વિદેશી દારૂ તથા રૂપિયા પાંચ હજારની કિંમતના એક મોબાઇલ ફોન મળી કુલ રૂ. 41 હજારના મુદ્દામાલ સાથે પોલીસે કિશોરસિંહ મનુભાની અટકાયત કરી હતી. આ પ્રકરણમાં દારૂનો આ જથ્થો તેણે દખણાદા બારા ગામના કિરીટસિંહ દેવુભા જેઠવા નામના શખ્સ પાસેથી મેળવ્યો હોવાનું કબુલતા પોલીસે તેને હાલ ફરાર ગણી, પ્રોહીબીશન એક્ટ મુજબ આગળની તપાસ હાથ ધરી છે.
આ ઉપરાંત કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામે સ્થાનિક પોલીસે ગત રાત્રીના મુનોવર ચિકન શોપ ગામની એક દુકાનમાં દરોડો પાડી, આ સ્થળે છુપાવીને રાખવામાં આવેલી રૂપિયા ચાર હજારની કિંમતની વિદેશી દારૂની દસ બોટલ ઉપરાંત રૂપિયા 900 ની કિંમતના નવ નંગ ચપલા તેમજ રૂપિયા પાંચ હજારની કિંમતના એક મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 9,900 ના મુદ્દામાલ સાથે પોલીસે ખીરસરા ગામના અસગર અલી સુલેમાન જોખીયા નામના શખ્સની અટકાયત કરી હતી. જ્યારે તેના પાર્ટનર એવા મયુર મનસુખભાઈ ગોસ્વામી તથા પોરબંદર તાલુકાના નાગકા ગામે રહેતા બાવન કાનાભાઈ રબારી નામના શખ્સનું પણ નામ ખુલવા પામ્યું છે. જેથી પોલીસે આરોપી અસગર અલી જોખીયાની અટકાયત કરી, અન્ય બે શખ્સોને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગે આગળની તપાસ પી.એસ.આઈ. એમ.એ. બારડ ચલાવી રહ્યા છે.
- Advertisement -