જામનગરના રણજીતસાગર રોડ પર પુસ્કર સોસાયટી શેરી નંબર-8માં એક મકાનમાંથી સિટી એ પોલીસે રેઈડ દરમિયાન રૂા.45600 ની 114 નંગ દારૂની બોટલો, બે મોબાઇલ ફોન તથા મોટરકાર સહિત કુલ રૂા.5,55,600 ના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી લીધા હતાં અને સપ્લાયર તરીકે ગોવાના શખ્સનું નામ ખુલતા તપાસ હાથ ધરી હતી.

જામનગર સિટી એ પોલીસે મળેલી બાતમીના આધારે જામનગરના પુષ્કર સોસાયટી શેરી નંબર-8 માં રહેણાંક મકાન તથા ફોરવ્હીલર કારમાં વિદેશી દારૂની બોટલોનો હેરાફેરી થતી હોવાની બાતમીના આધારે રેઈડ દરમિયાન ઉપેન્દ્ર રમેશ ચાન્દ્રા, સંજય કાંતિ ભદ્રા નામના બે શખ્સોને રૂા.45600 ની કિંમતની 114 નંગ વિદેશી દારૂની બોટલો, રૂા.10000 ની કિંમતના બે નંગ મોબાઇલ ફોન તથા રૂા.5 લાખની કિંમતની મોટરકાર સહિત કુલ રૂા.5,55,600 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ સપ્લાયર તરીકે ગોવાના સંજુ નામના શખ્સનો નામ સામે આવતા તેની શોધખોળ હાથ ધરી હતી.