Friday, January 10, 2025
Homeરાજ્યજામનગરભાણવડ પંથકના બે કુખ્યાત બુટલેગરો પાસા હેઠળ જેલ હવાલે

ભાણવડ પંથકના બે કુખ્યાત બુટલેગરો પાસા હેઠળ જેલ હવાલે

એલસીબી પોલીસે રાણપરના બે શખ્સોને વડોદરા અને સુરત જેલમાં મોકલી આપ્યા

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દેશી, વિદેશી દારૂ માટે કુખ્યાત બની ચૂકેલા ભાણવડ પંથકના રાણપર વિસ્તારના બે રબારી શખ્સોને એલસીબી પોલીસે જરૂરી કાર્યવાહી બાદ પાસા હેઠળ વડોદરા અને સુરતની જેલમાં મોકલી આપ્યા છે.
ભાણવડ તાલુકાના રાણપર ગામે રહેતા કરમણ જગા કોડીયાતર (ઉ.વ. 32) અને ધના આલા કોડીયાતર (ઉ.વ. 25) નામના બે શખ્સો દ્વારા ભાણવડના બરડા ડુંગર વિસ્તારમાં વિદેશી દારૂનો મોટા પાયે જથ્થો સંગ્રહિત કરી અને દેવભૂમિ દ્વારકા અને જામનગર વિસ્તારમાં સપ્લાય કરવા ઉપરાંત દારૂનું વેચાણ કરવા અંગેની પ્રવૃત્તિ કરવામાં આવતી હોવાથી આ અંગે આ બંને શખ્સો સામે સમયાંતરે સ્થાનિક પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
વિવિધ પ્રકારનો ગુનાહિત ઇતિહાસ ધરાવતા આ બંને શખ્સોની જરૂરી માહિતી એકત્ર કરી, જિલ્લા એલ.સી.બી. પોલીસે પાસા અંગેની દરખાસ્ત તૈયાર કરી હતી. જે દ્વારકા જિલ્લા કલેકટર અશોક શર્મા સમક્ષ મૂકવામાં આવતા વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને રાણપર ગામના બંને આરોપી કરમણ જગા કોડીયાતર અને ધના આલા કોડીયાતર નામના આ બંને શખ્સો સામે પાસાની દરખાસ્ત મંજૂર કરી અને અટકાયતી વોરંટ ઇસ્યુ કરાયા બાદ એલ.સી.બી. વિભાગના પી.એસ.આઈ. એસ.વી. ગળચર દ્વારા બંને પ્રોહિ. બુટલેગરોને ઝડપી લઇ, આ શખ્સોને અનુક્રમે વડોદરા અને સુરતની મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ સમગ્ર કામગીરી દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, એસ.વી. ગળચર, એ.એસ.આઈ. વિપુલભાઈ ડાંગર, જયદેવસિંહ જાડેજા, અરજણભાઈ મારુ, પરેશભાઈ સાંજવા, કુલદીપસિંહ જાડેજા, દેવાભાઈ મોઢવાડિયા તથા સચિનભાઈ નકુમ દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular