- Advertisement -
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસો થયા શ્રાવણી સરવડા અવિરત રીતે વરસી રહ્યા છે. ખંભાળિયા તાલુકામાં ગઈકાલે દિવસ દરમિયાન 9 મી.મી. જ્યારે આજે સવારથી મેઘાવી માહોલ સાથે ધીમે ધારે અવિરત રીતે દસ મી.મી. મળી, છેલ્લા 24 કલાક દરમિયાન પોણો ઈંચ વરસાદ વરસી ગયો છે. આ સાથે મોસમનો કુલ વરસાદ ખંભાળિયા તાલુકામાં 1090 મી.મી. થયો છે.
આ સાથે ભાણવડ તાલુકામાં આજે સવારે 11 મીલીમીટર પાણી વરસી જતા કુલ વરસાદ 495 મિલિમિટર થયો છે. દ્વારકા તાલુકામાં ગઈકાલે એક મીલીમીટર બાદ આજે વધુ નવ મીલીમીટર વરસાદ વચ્ચે કલ્યાણપુર તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો નથી. જિલ્લાના મોસમનો કુલ સરેરાશ વરસાદ 104 ટકા થયો છે.
છેલ્લા દિવસોમાં મેઘાડંબર તથા આવીરત રીતે વરસાદી ઝાપટાંના કારણે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધુ બે ડેમ છલકાયા છે. જેમાં વર્તુળ – 1 તથા ખંભાળિયાનો કંડોરણા ડેમ છલકાઈ ગયો છે.
- Advertisement -