જામનગર શહેરના ખોડિયારકોલોની શાકમાર્કેટ પાસે આવેલા કલ્યાણી એપાર્ટમેન્ટમાં રહેતાં અભયસિંહ પરમાર નામના યુવાનના મકાનમાંથી અજાણ્યા તસ્કરે રૂા.5000 ની કિંમતની મોબાઇલ ફોન તેમજ અન્ય રહેવાસી રામબદન યાદવનો રૂા.10000 ની કિંમતનો વન પ્લસ મોબાઇલ ફોન મળી કુલ રૂા.15000 ની કિંમતના બે ફોનની ચોરી કરી ગયાના બનાવમાં એએસઆઈ આર.એમ. ડુવા તથા સ્ટાફે અભયસિંહના નિવેદનના આધારે અજાણ્યા તસ્કર વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.