Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરઆરટીઓ ચલણના નામે છેતરપિંડી આચરતી ગેંગના બે સાગરીત ઝડપાયા

આરટીઓ ચલણના નામે છેતરપિંડી આચરતી ગેંગના બે સાગરીત ઝડપાયા

આરટીઓ ચલણની લિંક મોકલી રૂા. 6.39 લાખની ઓનલાઇન છેતરપિંડી : ચોટીલાના બે શખ્સોની જામનગર સાયબર ક્રાઇમ દ્વારા ધરપકડ : પોલીસે રકમ રિકવર કરવા તજવીજ હાથ ધરી

રાજકોટમાં રહેતા અને કાલાવડમાં ફેકટરી ધરાવતા વેપારીને 500 રૂપિયાનું આરટીઓ ચલણની લિંક મોકલી મોબાઇલ હેક કરી રૂા. 6.39 લાખની છેતરપિંડી આચર્યાના બનાવમાં જામનગર સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી બે શખ્સોને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

છેતરપિંડીના બનાવની વિગત મુજબ રાજકોટમાં કાલાવડ રોડ પર રહેતા વિમલભાઇ વેકરિયા નામના યુવાનની ધનવેલ હાઈબ્રીડ સિડ્સ લિમિટેડ નામની ફેક્ટરી કાલાવડ પંથકમાં આવેલી છે. આ વેપારીના મોબાઇલ નંબર ઉપર RTO CHALLAN 500.ask ફાઇલવાળો મેસેજ મોબાઇલ ફોનમાં અજાણ્યા શખ્સોએ મોકલ્યો હતો. ત્યારબાદ વિમલભાઇએ આ મેસેજ ખોલીને ડાઉનલોડ કરતાં વેપારી યુવાનનું એચડીએફસી બેન્કમાં આવેલા 50100005614021 નંબરના ખાતામાંથી રૂા. 7,37,862ની લોન કરી વેપારીના ખાતામાંથી રૂા. બે લાખ ટ્રાન્સફર કરી લીધાં હતાં. વેપારીના પિતા મનસુખભાઇ ખોડાભાઇ વેકરિયાના નામની “ખેતી વિકાસ ભંડાર” પેઢીના એચડીએફસી બેન્કના 50200005116410 જે ખાતું વિમલભાઇના 98987 88788 મોબાઇલ ફોન સાથે લિંક્ડ હોય, જે ખાતામાંથી જુદા જુદા ટ્રાન્જેકશન કરી ચીટર ગેંગે રૂા. 4,39,999 ની રકમ ટ્રાન્સફર કરી કુલ રૂપિયા 6,39,999ની ઓનલાઇન છેતરપિંડી આચરી હતી.

ત્યારબાદ આ છેતરપિંડી આચરેલી રકમ ચોટીલાના મનસુર સુબાન આગરિયાના બંધન બેન્કના ખાતા નંબર 20100017675570 માં સમીર ઉર્ફે ચુચુ મનસુખ સિદાતર અને સીરાજ ઉર્ફે ચિન્ટુ મનુ કાપડિયા (રહે. ચોટીલા) નામના બન્ને શખ્સો મારફતે ટ્રાન્સફર કરાવી કમિશન મેળવી છેતરપિંડી આચરી હતી. આ બનાવની ફરિયાદના આધારે જામનગર સાઇબર ક્રાઇમ પોલીસે તાત્કાલિક એકશનમાં આવી તપાસ હાથ ધરી સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ગામના સમીર મન્સુર સીદાતર (ઉ.વ.25), સીરાઝ મનુ કાપડિયા (ઉ.વ.45) નામના બન્ને શખ્સોની ધરપકડ કરી મોબાઇલ, સીમકાર્ડ અને ઇલેકટ્રોનિક ડિવાઈસ સહિતનો મુદામાલ કબ્જે કરી છેતરપિંડી આચરેલા નાણા રિકવર કરવા તજવીજ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular