ભાણવડ વિસ્તારમાં પવિત્ર શ્રાવણ માસના અમાસના દિવસે પરંપરાગત ત્રિવેણી નદીના કાંઠે ઇન્દ્રેશ્ર્વર મહાદેવના મંદિરના સાનિધ્યમાં લોકમેળો યોજાશે.
જ્યારે બીજો લોકમેળો બરડા ડુંગરની ગોદમાં રાણપર ગામ નજીક બિરાજતા ધિંગેશ્ર્વર મહાદેવના સાનિધ્યમાં યોજાશે. બંને લોકમેળામાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર સહિતના વિસ્તારોમાંથી દેવદર્શન તેમજ પિતૃના મોક્ષાર્થે પીપળા, તુલસી પૂજન જળ અભિષેક સહિત ધાર્મિક કાર્યક્રમમાં આનંદથી સૌ આવે અને મેળા પણ મોજ માણે.