Saturday, April 5, 2025
Homeરાજ્યહાલારબે ડેન્જર પર્સનની પાસા હેઠળ ધરપકડ

બે ડેન્જર પર્સનની પાસા હેઠળ ધરપકડ

જામનગર જિલ્લામાં ડેન્જર પર્સન તરીકે કુખ્યાત એવા બે શખ્સો વિરૂધ્ધ એલસીબી દ્વારા રજૂ કરાયેલી પાસાની દરખાસ્ત કલેકટરે મંજૂર કરતા પોલીસે બે શખ્સોને ધરપકડ કરી એકને અમદાવાદની સાબરમતિ મધ્યસ્થ જેલમાં જ્યારે બીજા આરોપીને સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના બાલવા ગામના ઈમરાન હાજી સમા (ઉ.વ.23) અને સુલતાન જુમા સમા (ઉ.વ.37) બન્ને શખ્સો વિરૂધ્ધ શરીર સંબંધી બે-બે ગુનાઓ નોંધાયેલા હોય અને ડેન્જર પર્સન તરીકે કુખ્યાત થયેલા બન્ને શખ્સો વિરૂધ્ધ પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી એલસીબી પીઆઈ વી.એમ. લગારીયા તથા જામજોધપુર પીઆઈ એ.એસ. રબારીના માર્ગદર્શન હેઠળ પોલીસે પાસાની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા કલેકટર કે.બી. ઠકકરને મોકલવામાં આવી હતી. આ પાસાની દરખાસ્ત કલેકટર દ્વારા મંજૂર કરાતા પીએસઆઈ એમ.એલ. ઓડેદરા, એલસીબીના શરદભાઈ પરમાર, હિરેનભાઈ વરવણા, સુરેશભાઈ માલકીયા અને જામજોધપુર પોલીસ સ્ટેશનના હરેશભાઈ સહિતના સ્ટાફ દ્વારા ઈમરાન હાજી સમાની ધરપકડ કરી અમદાવાદ સાબરમતિ મધ્યસ્થ જેલમાં તથા સુલતાન જુમા સમાની ધરપકડ કરી સુરત લાજપોરની મધ્યસ્થ જેલમાં ધકેલવામાં આવ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular