જામજોધપુર તાલુકાના વનાણા ગામના વાડી વિસ્તારમાં મજૂરીકામ કરતા પરિવારની તરૂણી પુત્રીનું ચાર વર્ષ પૂર્વે અપહરણ કરી દુષ્કર્મ આચરનાર નરાધમને અદાલતે 10 વર્ષની અને જ્યારે જોડિયા તાલુકાના બોડકા ગામમાં રહેતી તરૂણીને તેણીના પિતરાઇ ભાઈ દ્વારા અપહરણ કરી દુષ્કર્મ આચરવાના કેસમાં અદાલતે દશ વર્ષની કેદનો હુકમ કર્યો છે.
આ અંગેની વિગત મુજબ, પ્રથમ કેસ જામનગર જિલ્લાના જામજોધપુર નજીક તાલુકાના વનાણા ગામની એક ખેડૂતની વાડીમાં શ્રમિક પરિવારની તરૂણીને રાજેશ બાબુ કનુરા નામનો શખ્સ તા.23/9/2017 ના રાત્રિના અઢી વાગ્યે બાઈકમાં ભગાડી જામજોધપુર, ઉપલેટા, રાજકોટ, મોરબી, ભુજ લઇ ગયો હતો અને ભૂજમાં એક લાદીના કારખાનાની ઓરડીમાં લગ્નની લાલચ આપી તેણી સાથે દુષ્કર્મ આચર્યુ હતું. સતત આઠ દિવસ સુધી અલગ અલગ શહેરમાં ફેરવ્યા પછી પરત વનાણા ગામના રોડ ઉપર મુકીને આરોપી ફરાર થઈ ગયો હતો. જે તે સમયે આ અંગે શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આ અંગેનો કેસ જામનગરના સ્પેશિયલ કોર્ટના ચાલી જતાં સરકારી વકીલ ભારતીબેન વાદીની ધારદાર દલીલોને ધ્યાનમાં રાખીને ન્યાયાધિશ કે આર રબારીએ આરોપીને તકસીરવાન ઠરાવી પોકસો સહિતની વિવિધ કલમ અન્વયે આરોપીને દશ વર્ષની જેલ સજાનો હુકમ કર્યો હતો.
તેમજ અન્ય ચુકાદાની વિગત મુજબ જોડિયા તાલુકાના બોડકા ગામની સીમમાંથી એક પરિવારની તરૂણીનો પિતરાઈ ભાઇ સુભાષ ઓધવજી સોલંકી નામનો શખ્સ ગત તા.1/9/18 ના રોજ અપહરણ કરીે ધ્રોલ, રાજકોટ, ભાવનગર વગેરે શહેરમાં તેણી સાથે રોકાયો હતો આ દરમિયાન ભાવનગરમાં એક ભાડાના મકાનમાં 50 દિવસ રોકાયો હતો.અને તેણીને લગ્નની લાલચ આપીને તેની સાથે અવાર નવાર દુષ્કર્મ આચર્યુ હતું આ અંગે જે તે સમયે પોલીસ સ્ટેશનમાં અપહરણ અને દુષ્કર્મ અંગે ફરિયાદ નોંધાવાઇ હતી. આ અંગેનો કેસ જામનગરની સ્પેશિયલ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ ભારતીબેન વાદીની ધારદાર દલીલોને ધ્યાનમાં રાખીને ન્યાયાધિશે કે આર રબારીએ આરોપી સુભાષ સોલંકીને તકસીરવાન ઠેરવીને 10 વર્ષની સખ્ત કેદની સજાનો હુકમ કર્યો હતો.
જામનગર જિલ્લામાં દુષ્કર્મના બે કેસમાં બે નરાધમોને 10-10 વર્ષની સજા
વનાણાના વાડી વિસ્તારની તરૂણી સાથે દુષ્કર્મ : બોડકાની તરૂણી સાથે તેણીના જ પિતરાઈ દ્વારા દુષ્કર્મ : બન્ને કેસમાં સરકારી વકીલ ભારતીબેનની ધારદાર દલીલો