જામનગર શહેરમાં લાલ બંગલા વિસ્તારમાં આવેલી કોર્ટ કમ્પાઉન્ડમાં મુદતે આવેલા યુવાનને તેના પિતરાઇ ભાઈને જૂની ફરિયાદનો ખાર રાખી બે શખ્સોએ પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં સાંઢીયા પુલ પાસેના વિસ્તારમાં રહેતાં અશ્ર્વિન વસરા નામનો યુવાન અને તેનો પિતરાઇ ભાઈ બુધવારે સવારના સમયે કોર્ટમાં મુદ્તે ગયા હતાં. તે દરમિયાન અગાઉની ફરિયાદનો ખાર રાખી હાજી હમીર ખફી અને શિવરાજસિંહ જાડેજા નામના બે શખ્સોએ પિતરાઈ ભાઈઓને અપશબ્દો બોલી કોર્ટ કમ્પાઉન્ડમાં જ પતાવી દેવાની ધમકી આપી હતી. આ અંગે અશ્ર્વિન વસરાની જાણના આધારે હેકો વી.જે. જાદવ તથા સ્ટાફે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.