ઓખાના આરકે બંદરમાંથી તેમજ કલ્યાણપુરના નાવદ્રામાંથી કોઇપણ જાતની તબીબી ડિગ્રી વગર મેડીકલ પ્રેકટીસ કરતા બે તબીબોને પોલીસે ઝડપી લઇ તેમની સામે લોકોની સલામતી જોખમમાં મૂકવા અંગેનો ગુનો નોંધી ધરપકડ કરી હતી.
આ અંગેની વિગત મુજબ ઓખાના આર.કે. બંદર વિસ્તારમાંથી પોલીસે આરંભડા ગામના મામદ ખમીશા બોલીમ (ઉ.વ. 57)ને માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરી, લોકોની શારીરિક સલામતી જોખમમાં મુકતા સ્થાનિક પોલીસે ઝડપી લીધો હતો.
જ્યારે બીજા બનાવમાં એસ.ઓ.જી. પોલીસની કાર્યવાહીમાં કલ્યાણપુર નજીકના નાવદ્રા ગામે આવેલી મેઈન બજાર ખાતે મેડિકલ પ્રેક્ટિસની ડિગ્રી ન હોવા છતાં પણ ડોક્ટર હોવાનું જણાવી, દવાખાનું ચલાવતા નજીર ગફાર અલારખા જેઠવા (ઉ.વ. 46)ને ઝડપી લઇ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ બંને શખ્સો સામે સ્થાનિક પોલીસ મથકમાં ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ અને બી.એન.એસ.ની કલમ 125 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.


