Monday, December 23, 2024
Homeરાજ્યજામનગર‘ડેલુ’નો તરખાટ : જામનગરમાંથી MD ડ્રગ્સ સાથે બે ઝડપાયા

‘ડેલુ’નો તરખાટ : જામનગરમાંથી MD ડ્રગ્સ સાથે બે ઝડપાયા

એસઓજી દ્વારા 2.74 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોને દબોચી લેવાયા : જામનગરના શખ્સ પાસેથી એમડી પાવડર ખરીદ્યાની કેફિયત : રિમાન્ડ મેળવવા તજવીજ

- Advertisement -

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાનો દરિયાકિનારો હંમેશા સંવેદનશીલ રહ્યો છે અને હાલમાં જ હાલારમાંથી કરોડોની કિંમતનો નશીલા પદાર્થનો જથ્થો ઝડપાયો હતો. ત્યારબાદ આ નશીલા પદાર્થ પ્રકરણમાં આંતરરાષ્ટ્રીય કનેકશન ખુલ્યું હતું. દરમિયાન શહેરમાંથી બે લાખની કિંમતના એમડી પાવરના જથ્થા સાથે પોલીસે બે શખ્સોને ઝડપી લઈ રૂા.2.74 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

હાલારના સંવેદનશીલ રહેલા દરિયાકિનારેથી પાકિસ્તાન દ્વારા નશીલા પદાર્થ ઘૂસાડવાનું ષડયંત્ર બહાર આવ્યું હતું અને દ્વારકા જિલ્લામાંથી ઝડપાયેલા કરોડોના હેરોઇન પ્રકરણમાં આંતરરાષ્ટ્રીય કનેકશન ખૂલ્યું હતું. જો કે, ત્યારબાદ જામનગર શહેરમાંથી પણ નશીલા પદાર્થ મળી આવવાની ઘટનાઓ અનેક વખતે બનતી હોય છે. ત્યારે હાલમાં જ નવનિયુકત પોલીસડા પ્રેમસુખ ડેલુના આગમન બાદ તેમના નેજા હેઠળ શહેરમાંથી નશીલા પદાર્થ સાથે બે શખ્સોને દબોચી લેવામાં આવ્યાં છે. આ અંગેની વધુ વિગત મુજબ એસઓજીના અરજણ કોડિયાતર અને દિનેશ સાગઠીયાને મળેલી બાતમીના આધારે પોલીસવડાની સૂચનાથી પીઆઈ એસ.એસ. નિનામા અને પીએસઆઈ આર.વી. વીંછી તથા સ્ટાફે એસટી ડેપો નજીક વી.એમ. શાહ હોસ્પિટલ વાળી શેરીમાંથી મોસીન ઉર્ફે મુસો મહેબુબ રુમી આરબ (ઉ.વ.23)(રહે. હર્ષદમીલની ચાલી, ઘાચી કબ્રસ્તાન, ઘાચી કોલોની શાળા નં.20 પાછળ, રણજીતસાગર રોડ) અને રીઝવાન મહોમદ કોરેજા (ઉ.વ.30) (રહે. સેતાવાડ, જીવાસેતાનો ડેલા પાસે) નામના બે શખ્સોને રૂા.2,04,000 ની કિંમતના 20.4 ગ્રામ એમડી પાવડર (MDMA) ના જથ્થા સાથે તેમજ બે મોબાઇલ ફોન અને એક નાનો સેલવાળો પોકેટ વજનકાંટો અને બાઈક મળી કુલ રૂા.2,74,100 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -

એસઓજીની ટીમે મોસીન અને રીઝવાનની ધરપકડ કરી એમડી પાવડરના જથ્થા સાથેનો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતાં આ નશીલા પદાર્થનો જથ્થો જામનગરમાં રહેતા કામીલ રઝા નેતર નામના શખ્સ પાસેથી વેચાણ કરવા માટે ખરીદ કર્યા હોવાની કેફિયત આપી હતી. જેના આધારે એસઓજીની ટીમે કામીલ રઝા નામના શખ્સની શોધખોળ માટે ચક્રો ગતિમાન કરી ઝડપાયેલા બન્ને શખ્સોને સિટી એ ડિવિઝન પોલીસને સોંપી આપ્યા હતાં અને આર.વી. વીંછીએ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઇ એમ.વી. મોઢવાડિયા તથા સ્ટાફે વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular