દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે પત્ની એ પતિની ગુમ થયા ની જાણવા જોગ એડી દાખલ કરવાઈ હતી જેમાં જેમાં આરોપી ને પૈસાની જરૂર પડી હતી જેના કારણે એક મહિલા અને બે પુરુષે સાથે મળી મરણ જનાર રાણાભાઈ સાદીયા પોતે ગળામાં ત્રણ તોલાનો સોનાનો ચેઇન પહેરતો હોઈ જેને આરોપીઓ મહેશ સાદીયા, હિતેશ સાદીયા, સબરી બેન સાદીયા એ સાથે મળી ને રાણા ભાઈ ને માથાના ભાગે પિતળ નો કળશિયો મારી ગળામાં દોરડા વડે ટૂંપો દઈ ને ગળામાં પહેરેલ સોનાનો 3 તોલાનો હાર કિંમત 1.20 લાખ ની લૂંટ કરી અને હત્યા નીપજાવ્યાનું ખુલતા ભાણવડ પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવી અને હત્યારાઓ ની શોધખોળ શરૂ કરી હતી જેમાં હત્યા નિપજાવી રાણા ભાઈ ના મૃતદેહ ને કૂવામાં નાખી દઈ ને પુરાવાનો નાશ કર્યો હતો જેથી પોલીસ દ્વારા બન્ને આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે અને ભાણવડ પોલીસ દ્વારા આરોપીઓ પર 302 , 394 , 201 , 114 , 120 (બી) મુજબ નો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.