Tuesday, October 8, 2024
Homeરાષ્ટ્રીયટ્વીટરનો સરકારને જવાબ, 500થી વધારે અકાઉન્ટ કર્યા બંધ

ટ્વીટરનો સરકારને જવાબ, 500થી વધારે અકાઉન્ટ કર્યા બંધ

- Advertisement -

ભારત સરકાર દ્રારા અમુક વાંધાજનક ટ્વીટર અકાઉન્ટ અને હેશટેગને લઇને ટ્વીટરને સવાલ પૂછવામાં આવ્યા હતા. જેના જવાબમાં ટ્વીટરે ઉશ્કેરણીજનક એકાઉન્ટ બંધ કરી દીધા છે. અને હેશટેગને પણ હટાવવામાં આવ્યા છે.સાથો સાથ તેનાથી સબંધિત કન્ટેન્ટને પણ દુર કરી દેવામાં આવ્યા છે.

- Advertisement -

ટ્વીટર દ્રારા જવાબ આપવામાં આવ્યો છે કે ભારત સરકાર દ્રારા તેને અમુક એકાઉન્ટ ડીલીટ કરવા કહેવામાં આવ્યું હતું. જે હટાવી દેવામાં આવ્યા હતા. પરંતુ બાદમાં જાણવા મળ્યું હતું કે આ કન્ટેન્ટ ભારતના કાયદાઓ મુજબ જ છે. માટે એકાઉન્ટ રીસ્ટોર કરી દેવામાં આવ્યા હતા. પરંતુ 500 જેટલા એકાઉન્ટ પર એક્શન લેવામાં આવી છે.જે અંગે ટ્વીટરે સરકારને પણ જાણકારી આપી દીધી છે. પ્રજાસત્તાક દિવસે થયેલી હિંસાને લઈને પણ ટ્વીટરે પોતાનું નિવેદન જાહેર કર્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 26 જાન્યુઆરી બાદથી જ ટ્વીટર તરફથી ઘણી એવી સામગ્રીને હટાવવામાં આવી છે. જે નિયમોનું ઉલ્લંઘન કરે છે. અને માહોલ બગાડવાનું કામ કરે છે. આ દરમિયાન પણ 500 ટ્વીટ એકાઉન્ટ્સને સસ્પેન્ડ કરવામાં આવ્યા, કેટલાક હેશટેગ પર રોક લગાવવામાં આવી.

જોકે, ટ્વિટરે પણ તેના જવાબમાં લખ્યું છે કે તેમના તરફથી કોઈ મીડિયા હાઉસ, પત્રકાર, કાર્યકર્તા અથવા નેતાના એકાઉન્ટ  બંધ કરવામાં આવ્યા નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular