Saturday, December 6, 2025
Homeરાજ્યહાલારખંભાળિયામાં સગીરા પર દુષ્કર્મ પ્રકરણના આરોપીને વીસ વર્ષની સખત કેદ

ખંભાળિયામાં સગીરા પર દુષ્કર્મ પ્રકરણના આરોપીને વીસ વર્ષની સખત કેદ

ખંભાળિયામાં રહેતા રાજુભાઈ ઉર્ફે રાજેશભાઈ હરિભાઈ કોટક નામના યુવાને થોડા સમય પૂર્વે માનસિક રીતે સ્વસ્થ એવી એક સગીરા પર અવારનવાર શરીર સંબંધ બાંધી અને દુષ્કર્મ ગુજારવા સંદર્ભેની ફરિયાદ જામનગરના ચિલ્ડ્રન હોમ ફોર ધ ગર્લ્સ વિભાગના અધિક્ષક દ્વારા નોંધાવવામાં આવી હતી.

- Advertisement -

આ પ્રકરણમાં ખંભાળિયા પોલીસે આરોપી રાજુભાઈ ઉર્ફે રાજેશભાઈ કોટક સામે દુષ્કર્મ તેમજ પોક્સો એક્ટ સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. જેમાં તપાસનીસ અધિકારી એન.એચ. જોશી તેમજ બી.જે. સરવૈયા દ્વારા ભોગ બનનારના મેડિકલ નમૂના મેળવી એફ.એસ.એલ.ના રિપોર્ટ સાથે અહીંની અદાલતમાં ચાર્જસીટ દાખલ કરવામાં આવ્યું હતું.

જે અંગેનો કેસ અહીંની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા આ સંદર્ભે ભોગ બનનાર વિગેરેની જુબાની તેમજ કોર્ટ સમક્ષ લેવામાં આવેલા વિવિધ નિવેદનો સાથે જિલ્લા સરકારી વકીલ લાખાભાઈ ચાવડા દ્વારા કરવામાં આવેલી વિવિધ દલીલોને ગ્રાહ્ય રાખી, નામદાર અદાલતે આરોપીને વીસ વર્ષની સખત કેદ તથા રૂપિયા 10,000 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.

- Advertisement -

આ પ્રકરણમાં સગીરાના સામાજિક, માનસિક તેમજ આર્થિક પુનર્વસન માટે વિટનેસ કોમ્પન્સેશસન સ્કીમ હેઠળ રૂપિયા સાત લાખનું વળતર ચૂકવવા માટેનો પણ હુકમ કર્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular