લાલપુરના બબરઝર ગામે જાહેરમાં તીનપતીનો જુગાર રમાતા સ્થળે પોલીસે રેઇડ દરમ્યાન છ શખ્સોને રૂા.34,250ની રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. જામનગર જિલ્લામાં કનસુમરા ગામમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં છ શખ્સોને પોલીસે રૂા.12,680ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.
જુગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં બબરઝર ગામ પાસે આવેલ 66કેવીની પાછળ દિવાલ પાસે જાહેરમાં તીનપતીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે હેકો ટી.બી.જાડેજા તથા સ્ટાફે રેઇડ દરમ્યાન પરષોતમ ગોકળભાઇ પાઠક, અબ્દુલકાદર અબ્દુલગફાર ખેરાણી, ગોવિંદ વલ્લભભાઇ સોળવારા, કરશન ભીમાભાઇ કરમુર, રહીમ ઉર્ફે ભીખો આમંદ નોયડા, ડયમંડાલી ગુલામહુસેન મુખી નામના છ શખ્સોને રેઇડ દરમ્યાન રૂા.34,250ની રોકડ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો જામનગર જિલ્લાના કનસુમરા ગામમાં નવા પાડામાં જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજાવળે તીનપતીનો જુગાર રમતાં ફીરોઝ વલીમામદ આમરોલીયા, અયુબ નુરમામદ ખીરા, ઇમ્તિયાઝ જૂસબભાઇ બાબવાણી, બોદુ હાજીભાઇ ખફી, આમદ અબ્દુલભાઇ દોદેપોતરા, અલીમામદ હાસમભાઇ ખીરા નામના છ શખ્સોને પંચ કોશી બી ડિવિઝન પોલીસે રેઇડ દરમ્યાન રૂા.12,680ની રોકડ રકમના મુદ્દામાલ સાથે ઝડપી લીધાં હતાં.